Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar: ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત, વૃદ્ધ-અપંગ અને વિધવા પેન્શનમાં કર્યો ત્રણ ગણો વધારો

બિહારમાં ચૂંટણી પહેલા CM નીતિશ કુમારની મોટી જાહેરાત વૃદ્ધો, અપંગ અને વિધવાઓના પેન્શનમાં ત્રણ ગણો વધારો મહિને 400 રૂપિયાને બદલે હવે અપાશે 1100 રૂપિયા દર મહિનાની 10મી તારીખે લાભાર્થીના ખાતમાં થશે જમા બિહારના 1 કરોડ 9 લાખ 69 હજાર...
bihar  ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત  વૃદ્ધ અપંગ અને વિધવા પેન્શનમાં કર્યો ત્રણ ગણો વધારો
Advertisement
  • બિહારમાં ચૂંટણી પહેલા CM નીતિશ કુમારની મોટી જાહેરાત
  • વૃદ્ધો, અપંગ અને વિધવાઓના પેન્શનમાં ત્રણ ગણો વધારો
  • મહિને 400 રૂપિયાને બદલે હવે અપાશે 1100 રૂપિયા
  • દર મહિનાની 10મી તારીખે લાભાર્થીના ખાતમાં થશે જમા
  • બિહારના 1 કરોડ 9 લાખ 69 હજાર 255 લોકોને લાભ

Bihar: બિહાર સરકારે મોટી જાહેરાત કરી છે. સીએમ નીતિશ કુમારે (NitishKumar)સામાજિક સુરક્ષા પેન્શન (Pension)યોજના હેઠળ વિધવા મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગજનોને હવે દર મહિને 400 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા પેન્શન આપવાની વાત કરી છે. તમામ લાભાર્થીઓને જુલાઇ મહિનાથી પેન્શન વધારા મુજબ મળશે.

Advertisement

Advertisement

નીતિશ કુમારે આપી માહિતી

આ માહિતી ખુદ નીતિશ કુમારે આપી. તેમણે કહ્યું કે મને જણાવતા ખુશી થાય છે કે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ વિધવા મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગજનોને હવે દરેક મહિને 400 રૂપિયાને બદલે 1100 રૂપિયા પેન્શન મળશે. તમામ લાભાર્થીઓને જુલાઇ મહિનાથી જ પેન્શનનો વધારો મળી જશે. તમામ લાભાર્થીઓના ખાતામાં આ રકમ દરમહિનાની 10 તારીખે મોકલાશે. જેનાથી 1 કરોડ 69 હજાર 255 લાભાર્થીઓને ઘણી મદદ મળશે.

પોસ્ટ કરીને આપી માહિતી

સીએમ નીતિશ કુમારે એમ પણ કહ્યું કે વૃદ્ધો સમાજનો મુખ્ય ભાગ છે તેમનુ સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવુ તે અમારી પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. મહત્વનું છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા આ જાહેરાત ઘણી અસરકારક સાબિત થઇ શકે છે. મહત્વનું છે કે વિપક્ષ સામાન્ય જનતાનો મુદ્દો ઉઠાવીને સરકારની યોજનાઓ પર સતત પ્રહારો કરે છે ત્યારે હવે તો બિહારની સરકારે આ યોજના હેઠળ મળતી રકમ બમણી કરતા પણ વધારી દીધી.

Tags :
Advertisement

.

×