Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાવાઝોડાની વિનાશક અસરો દરિયા કાંઠે દેખાવાની શરુઆત..!

બિપોરજોય જખૌ થી હવે માત્ર 70 કિમી દુર સાંજ થી લેન્ડફોલ થવાનું શરુ થશે મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલું રહેશે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન અને વરસાદ જખૌથી 70 કિમી દૂર, દ્વારકાથી 120 કિમી દૂર, નલિયાથી 100 કિમી દૂર ૧૨ કિમી પ્રતિ...
વાવાઝોડાની વિનાશક અસરો દરિયા કાંઠે દેખાવાની શરુઆત
Advertisement
બિપોરજોય જખૌ થી હવે માત્ર 70 કિમી દુર
સાંજ થી લેન્ડફોલ થવાનું શરુ થશે
મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલું રહેશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન અને વરસાદ
જખૌથી 70 કિમી દૂર, દ્વારકાથી 120 કિમી દૂર, નલિયાથી 100 કિમી દૂર
૧૨ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે
બિપોરજોય વાવાઝોડુ હવે કચ્છની સરહદની નજીક છે. જખૌ થી માત્ર હવે 70 કિમી દુર છે.  આજે સાંજે 8 થી 10 વાગ્યાના ગાળામાં લેન્ડ ફોલ થવાની શક્યતા છે.
100 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
બિપોરજોય વાવાઝોડા સામે બચવા માટે સરકાર દ્વારા તમામ આગોતરાં પગલાં લેવાયા છે.  1 લાખ કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે ત્યારે સાંજે સાડા ચાર વાગ્યા બાદ વાવાઝોડાની અસર શરુ થઇ હતી. દ્વારકામાં ભારે પવન અને વરસાદ શરુ થઇ ગયો હતો જેથી અનેક સ્થળે વૃક્ષો, હોર્ડીંગ્સ ધરાશાયી થઇ ગયા હતા. આ સિવાય દરિયા કિનારા અનેક ગામોમાં 100 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે અને અત્યારે ભારે વરસાદ પણ ચાલી રહ્યો છે.
જખૌથી 70 કિમી દુર
બીજી તરફ વાવાઝોડુ હવે જખૌથી 70 કિમી દુર છે અને જખૌ તથા આસપાસના વિસ્તારમાં તેની અસર દેખાવાની શરુઆત થઇ ગઇ છે. વાવાઝોડાની વિનાશક અસરો દરિયા કાંઠે દેખાવાની શરુઆત થઇ ગઇ છે. હજું લેન્ડ ફોલ થયું નથી ત્યારે જ વિનાશક અસર જોવા મળી રહી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
સાંજ પછી વાવાઝોડું લેન્ડ ફોલ થશે
આજે સાંજ પછી વાવાઝોડું લેન્ડ ફોલ થશે અને મધરાત સુધી તેની પ્રક્રિયા ચાલું રહેશે. લેન્ડફોલ સમયે 145 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.  વાવાઝોડાના કારણે ગુજરાતના 1600 કિમીના દરિયા કાંઠે તેની અસર જોવા મળી રહી છે. સૌથી વધુ ગંભીર અસર સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળી રહી છે.
Tags :
Advertisement

.

×