Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ભાજપ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરાઈ, બાકી નામોની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

ભાજપના બાકી રહેલા તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકી રહેતા જીલ્લા પ્રમુખોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે.
gandhinagar   ભાજપ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરાઈ  બાકી નામોની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Advertisement
  • ભાજપના બાકી રહેલા તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત
  • કચ્છના માંડવી, મુંદ્રા અને અંજાર શહેર પ્રમુખોના નામની જાહેરાત
  • દાહોદના ફતેપુરા તથા દેવગઢ બારીયા શહેર પ્રમુખના નામની જાહેરાત
  • સંગઠનના નવા પ્રમુખના નામની જાહેરાતની જોવાઈ રહી છે રાહ

ભાજપ દ્વારા આજે મોડી સાંજે સંગઠનમાં બાકી રહેતા તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવતી કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ બાકી રહલા જીલ્લા પ્રમુખોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આજે બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી.

જેમાં ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાના પ્રમુખની જાહેર કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

તાપી જીલ્લાનાં વાલોડ તાલુકો અને વ્યારા તાલુકાનાં પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.

જ્યારે ભાવનગર મહાનગરનાં વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર રૂવાના વોર્ડ પ્રમુખના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

તો જૂનાગઢ મહાનગર પાલિકાનાં વોર્ડ નં. 08 ના વોર્ડ પ્રમુખના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

તેમજ ભાવનગર જીલ્લાનાં ઘોઘા તાલુકો અને ગારીયાધાર તાલુકાનાં પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જીલ્લાના ત્રણ તાલુકાનાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચોટીલા તાલુકો, મુળી તાલુકો અને વઢવાણ તાલુકા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.

વડોદરા મહાનગરનાં વોર્ડ નં. 1 ના વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં. 17 ના વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.

સુરત જીલ્લાના તરસાડી શહેર પ્રમુખના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટ જીલ્લાનાં કોટડાસાંગાણી તાલુકો, રાજકોટ તાલુકો અને ગોંડલ તાલુકા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.

પોરબંદર શહેરનાં પ્રમુખનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાનાં ખંભાળીયા તાલુકો અને ઓખા શહેર પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

મહીસાગર જીલાલનાં લુણાવાડા તાલુકા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જીલ્લાનાં વડાવી શહેર પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

આણંદ જીલ્લાનાં આંકલાવ શહેર અને આણંદ તાલુકા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકો દેવગઢ બારીયા શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.

કચ્છ જીલ્લાનાં માંડવી શહેર, મુંદ્રા તાલુકો અને અંજાર શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.

જ્યારે જામનગર મહાનગરનાં વોર્ડ નં. 02 અને વોર્ડ નં. 15 ના વોર્ડ પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Rajkot: નિત્યાનંદ સ્વામીને ભૂલનું ભાન થયું, કહી આ મોટી વાત....

ભાજપ સંગઠન માં પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત પહેલા બાકી રહેલા મંડલ પ્રમુખો જાહેર થયા હતા. બાકી રહેતા જિલ્લા પ્રમુખોના નામનીજાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. કેન્દ્રીય કક્ષાએથી લીલીઝંડી મળતા સંગઠન ના નવા પ્રમુખના નામની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Rajkumar Jat Case : ગોંડલની ઘટનાના પડઘા રાજસ્થાનની રાજધાની સુધી પડ્યા, લગાવી ન્યાયની ગુહાર

Tags :
Advertisement

.

×