ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BJP દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઇ, જુઓ આખી લિસ્ટ

પૂર્વ CM વિજય રૂપાણીને રાજસ્થાનના ચૂંટણી અધિકારી બનાવાયા
10:34 PM Jan 02, 2025 IST | SANJAY
પૂર્વ CM વિજય રૂપાણીને રાજસ્થાનના ચૂંટણી અધિકારી બનાવાયા
BJP @ Gujarat First

BJP દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી બનાવાયા છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાનના ચૂંટણી અધિકારી બનાવાયા છે. ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા અધ્યક્ષ મળવાના છે. ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. જેના અનુસંધાને કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે.


કર્ણાટક માટે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમજ ઉત્તર પ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ તથા બિહાર માટે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર અને મધ્યપ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત ભાજપ (BJP) સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

ગુજરાત ભાજપ (BJP) સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્ત્વની બેઠક મળી છે. તેમાં જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂકને લઈ મંથન થયુ છે. તથા મંડળ પ્રમુખોની નિમણુકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે. તેમજ નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સના શો-રૂમમાં લૂંટની ઘટના

10 જાન્યુઆરી સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં પ્રમુખોની નિમણુક કરાશે

શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈ બેઠકમાં ચર્ચા થઇ છે. તેમજ નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ સેન્સ માટે જશે. તેમાં 4 અને 5 જાન્યુઆરીના જિલ્લાઓમાં સેન્સ લેવાશે. તથા 5 જાન્યુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. 4 અને 5 જાન્યુઆરીના સેન્સ પ્રકિયા બાદ 6 જાન્યુઆરીના કમલમ ખાતે બેઠક મળશે. તથા પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવા જરૂરી છે. તેમજ વય મર્યાદાને લઈ કોઈ જડતા ન રાખવા સંગઠન મહા મંત્રીની ટકોર છે. વાવ - થરાદ અને બનાસકાંઠાનાં જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય લેવાશે. શહેર અને જિલ્લાને લક્ષમાં રાખી જાતિગત સમીકરણ પણ લક્ષમાં રખાશે તેમજ 10 જાન્યુઆરી સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં પ્રમુખોની નિમણુક કરાશે.

45 વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી

ગુજરાત ભાજપ (BJP) ના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થોડા દિવસ પહેલા પણ બેઠક મળી હતી. જેમાં અનેક ચર્ચાતા મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ કરીને ભાજપ (BJP) ના મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી. જેમાં વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો. સક્રિય સભ્ય બાબતે વ્યવહારુ રહેવા માટે સૂચના આપી હતી. સાથે જ પાર્ટીનો સભ્ય હોય અને કામ કરતા હોય તેને પ્રાથમિકતા આપવા માટે બેઠકમાં સૂચના અપાઈ હતી.

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રીને મળતી ભેટ-સોગાદોના ઇ-ઓક્શનથી 36.97 લાખથી વધુ રકમ થઈ જમા

Tags :
BJPElection OfficerGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article