Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar: ભાજપના નેતા પહોંચ્યા રાજભવન, કાલે થઈ શકે છે નવી સરકારનું શપથ ગ્રહણ

Bihar: બિહારના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેડીયુએ પોતાની કોર કમિટીની બેઠક બોલાવી લીધી છે. આ બેઠક આજે સાંજે 3:00 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળવાની છે. જેડીયુના તમામ ટોચના નેતાઓ આમાં સામેલ થશે. કહેવામાં આવી રહ્યું છે કે,...
bihar  ભાજપના નેતા પહોંચ્યા રાજભવન  કાલે થઈ શકે છે નવી સરકારનું શપથ ગ્રહણ
Advertisement

Bihar: બિહારના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેડીયુએ પોતાની કોર કમિટીની બેઠક બોલાવી લીધી છે. આ બેઠક આજે સાંજે 3:00 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળવાની છે. જેડીયુના તમામ ટોચના નેતાઓ આમાં સામેલ થશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પછી નીતીશ કુમાર રાજીનામું આપી શકે છે. મળતી વિગતો પ્રમાણે સીએમ નીતિશ કુમાર આવતીકાલે સવારે રાજીનામું આપી શકે છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહના રાજભવન ખાતે આગમનથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે જેડીયુના પૂર્વ પ્રમુખ લલન સિંહ સતત તેમના સાંસદોને ફોન કરી રહ્યા છે અને તેમને જલ્દીથી જલ્દી પટના પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સૂચના બાદ જેડીયુ સંસદ આજે સાંજ સુધીમાં પટના પહોંચી જશે. બિહાર (Bihar)માં અત્યારે રાજકીય પક્ષો ભારે હલચલ કરી રહ્યા છે. ભાજપના પ્રમુખ નેતા  અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહના રાજભવન પહોચ્યા છેે.

Advertisement

Advertisement

ભાજપના પ્રભારી વિનોદ તાવડે પટના ગયા

આ દરમિયાન Bihar ભાજપના પ્રભારી વિનોદ તાવડે પટના ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બિહારમાં નવા રાજકીય હલચલને જોતા તેઓ પટના પણ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી બિહારની રાજ્ય કાર્ય સમિતિ તમામ સાંસદો અને તમામ ધારાસભ્યોની બેઠક છે. જેમાં પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે નક્કી કર્યું છે કે બિહારમાં કેવી રીતે થશે. સાંસદોએ તેમના વિસ્તારોમાં શું કરવાનું છે અને ધારાસભ્યોએ શું કરવાનું છે, આ તમામ બાબતોની આજે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: નીતિશની સરકાર ગઈ સમજો! આરજેડીના વિધાયકો સમર્થન પાછું લેશે? 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×