ભાજપ ધારાસભ્ય Hardik Patel ની મુશ્કેલીમાં વધારો : વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ
- ભાજપના ધારાસભ્ય Hardik Patel ની મુશ્કેલીમાં વધારો
- હાર્દિક પટેલ સામે CRPCની કલમ 70 હેઠળ વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ
- અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશને નોંધાયેલ કેસમાં વોરંટ
- 11 સપ્ટેમ્બરના બીજું ધરપકડ વોરંટ કરવામાં આવ્યું ઇસ્યુ
- અગાઉ 29 ઓગસ્ટના પહેલુ ધરપકડ વોરંટ કરાયું હતું ઇસ્યૂ
- 10 સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન પણ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ
- વર્ષ 2018માં નિકોલમાં મંજૂરી વિના પ્રતીક ઉપવાસ પર બેસવા બદલ નોંધાઈ હતી ફરિયાદ
અમદાવાદ : ભાજપના વિરમગામ ધારાસભ્ય અને પાટીદાર આંદોલનના પ્રખર નેતા હાર્દિક પટેલની ( Hardik Patel ) મુશ્કેલી વધી ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે CRPC (કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર)ની કલમ 70 હેઠળ તેમના વિરુદ્ધ વધુ એક ધરપકડ વોરંટ જારી કર્યો છે. આ વોરંટ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ ઇસ્યુ કરાયો, જે અગાઉ 29 ઓગસ્ટના વોરંટ પછી બીજું છે. આ કાર્યવાહી નિકોલ પોલીસ સ્ટેશનમાં 2018માં નોંધાયેલા કેસમાં થઈ છે, જેમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેવાના કારણે વોરંટ જારી થયું છે.
2018ના પ્રતીક ઉપવાસ કેસમાં વોરંટ : ગેરહાજરીને કારણે કાર્યવાહી
આ કેસ 2018ના પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયો હતો, જ્યારે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં મંજૂરી વિના પ્રતીક ઉપવાસ (અનિશ્ચિતકાલીન ઉપવાસ) કર્યો હતો. આ ઉપવાસ દરમિયાન આંદોલનકારીઓ અને સમર્થકોએ જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે હાર્દિક પટેલ અને તેમના સાથીઓ વિરુદ્ધ રમખાણો, હિંસા ઉથલપાથલ અને જાહેર મિલકતના નાશના આરોપોમાં FIR નોંધાઈ હતી.
આ પણ વાંચો- અમદાવાદના ગુંડાએ પીઆઈની પિસ્તૉલ છીનવવા પ્રયાસ કરતા Sangram Sikarwar ને પગમાં ગોળી વાગી
કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં હાર્દિક પટેલ વારંવાર હાજર ન રહેવાને કારણે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે વોરંટ જારી કર્યો. 10 સપ્ટેમ્બરની સુનાવણીમાં પણ તેઓ હાજર ન થતા આ કાર્યવાહી કરવામાં આવી. અગાઉ 29 ઓગસ્ટે પહેલું વોરંટ જારી થયું હતું. હવે બીજું વોરંટ ઇસ્યુ થતાં તેમની મુશ્કેલી વધી ગઈ છે. કોર્ટે આગલી તારીખ 8 ઓક્ટોબર નક્કી કરી છે.
Hardik Patel ના વકીલની પ્રતિક્રિયા : વોરંટ રદ્દ કરવા વિકલ્પો
હાર્દિક પટેલના વકીલ રફીક લોકડાવાલાએ જણાવ્યું કે તેમની પાસે બે વિકલ્પો છે. એક તો કોર્ટમાં વોરંટ રદ્દ કરવાની અરજી કરવી અથવા હાઈકોર્ટમાં વોરંટ સામે પડકા આપવો. તેઓ કહે છે કે હાર્દિકને વોરંટ વિશે સૂચિત કરવામાં આવ્યા છે, પરંતુ હાર્દિક તરફથી હજુ સુધી કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે અને ત્રણ આરોપીઓને પકડવા માટે ટીમો તૈનાત કરી છે.
આ કેસ હાર્દિક પટેલના પાટીદાર આંદોલનના સમયના પ્રતીક ઉપવાસ સાથે જોડાયેલો છે, જેમાં તેઓ અનામતની માંગ કરી રહ્યા હતા. આ ઘટના ગુજરાતના રાજકારણમાં તણાવ વધારી શકે છે, કારણ કે હાર્દિક પટેલ પાટીદાર સમુદાયમાં હજુ પણ પ્રભાવશાળી છે.
આ પણ વાંચો- ગુજરાત પ્રવાસે રાહુલ : જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાતી નેતાઓની લગાવશે ક્લાસ


