Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ

Mehsana : ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા ( Mehsana) જિલ્લાના કડીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો MLA એ દાવો કર્યો છે. આ મામલે ધારાસભ્ય કરશન સોલંકીએ મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે....
mehsana   ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ
Advertisement

Mehsana : ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા ( Mehsana) જિલ્લાના કડીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો MLA એ દાવો કર્યો છે. આ મામલે ધારાસભ્ય કરશન સોલંકીએ મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.

કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ દારુબંધીની સામે મોરચો માંડ્યો

મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ દારુબંધીની સામે મોરચો માંડ્યો છે અને પોલીસને ઘેરી છે. તેમણે કહ્યું છે કે મારા વિધાનસભા મતવિસ્તારમાં દારુ વેચાય છે તે તત્કાળ બંધ કરો. કડી વિસ્તારમાં દારુનુ દૂષણ વકરી રહ્યું છે અને તે માટે મે મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.

Advertisement

Advertisement

સીએમ અને એસપી સમક્ષ રજૂઆત

દારૂનું દૂષણ બંધ કરાવવા ધારાસભ્ય મેદાન આવ્યા છે. કરશન સોલંકીએ કહ્યું કે ચૂંટણી વખતે લોકોએ આ મુદ્દે રજૂઆત કરી હતી. મારા કડી વિસ્તારમાં દારુનુ દૂષણ વધી રહ્યું છે અને તેથી મે સીએમ અને એસપી સમક્ષ રજૂઆત કરી છે.

દારુ વેચાતો હોય તો તત્કાળ બંધ કરો

તેમણે એમ પણ કહ્યું કે દારુનુ દૂષણ બંધ કરાવવાનો અમારો પ્રયાસ છે. દારુની ભટ્ઠીઓ ચાલતી હોય અને દારુ વેચાતો હોય તો તત્કાળ બંધ કરો. કરશન સોલંકી આ મામલે રજૂઆત કરવા માટે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. ખુદ ભાજપના ધારાસભ્યે જ દારુબંધી સામે સવાલો ઉભા કરતાં રાજકારણ ગરમાયું છે. તેમની રજૂઆતથી સવાલ થઇ રહ્યો છે કે શું કડી તાલુકામાં ખુલ્લેઆમ દારુ વેચાઇ રહ્યો છે. અને દારુની રેલમછેલ ચાલી રહી છે. ?

આ પણ વાંચો----- Smart Meters : વિરોધ બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય..!

આ પણ વાંચો---- Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!

આ પણ વાંચો---- Social Life : ઘરેલું કંકાસના વિવાદો વધતાં સરકારનો મોટો નિર્ણય…!

Tags :
Advertisement

.

×