Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diu- Daman સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત : લોકોએ બીજેપી ઉપર દર્શાવ્યો અટલ વિશ્વાસ

Diu- Daman : દમણ અને દીવ યુનિયન ટેરિટરીમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ અભૂતપૂર્વ જીત મેળવી છે. આ ચૂંટણીઓમાં ભાજપે શાનદાર દેખાવ કરીને મોટાભાગની સીટો ઉપર ક્લિન સ્વીપ કર્યું છે. જે પાર્ટીની મજબૂતી અને લોકોના અવિરત સમર્થનનું પ્રતીક છે. આ જીત લોકોના વિકાસ અને સાર્વત્રિક કલ્યાણના વિઝન પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે
diu  daman સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત   લોકોએ બીજેપી ઉપર દર્શાવ્યો અટલ વિશ્વાસ
Advertisement
  • Diu- Daman માં ભાજપનું બિનવિરોધ વર્ચસ્વ : કોંગ્રેસનું ક્લિન સ્વીપ
  • ભાજપની ભવ્ય વિજયયાત્રા : દમણ સ્થાનિક ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા
  • દમણમાં ભાજપની અભૂતપૂર્વ જીત પર વિવાદ
  • વિકાસનો વિજય : દમણ પંચાયત ચૂંટણીમાં ભાજપનો દબદબો
  • જીતનો નવો રેકોર્ડ : દમણમાં ભાજપની 91 સીટો પર કબજો

Diu- Daman: દમણ અને દીવ યુનિયન ટેરિટરીમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ અભૂતપૂર્વ જીત મેળવી છે. આ ચૂંટણીઓમાં ભાજપે શાનદાર દેખાવ કરીને મોટાભાગની સીટો ઉપર ક્લિન સ્વીપ કર્યું છે. જે પાર્ટીની મજબૂતી અને લોકોના અવિરત સમર્થનનું પ્રતીક છે. આ જીત લોકોના વિકાસ અને સાર્વત્રિક કલ્યાણના વિઝન પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય સરકારની નીતિઓનું પરિણામ છે.

દમણ અને દીવમાં જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કાઉન્સિલ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વર્ષ 2025ની યોજાઈ હતી, જેમાં કુલ 96 જગ્યાઓ પર ચૂંટણી થઈ છે. આ તમામ સીટોમાં માત્ર પાંચ સીટો જ બીજેપીના હાથમાંથી સરકી છે. આમ 91 સીટો ઉપર બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી છે.  જેમાંથી દમણ જિલ્લા પંચાયતની 16માંથી 15 જગ્યાઓ, મ્યુનિસિપલ વોર્ડની 15માંથી 15 જગ્યાઓ અને 16 ગ્રામ પંચાયતોમાંથી 15 પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે.  દીવમાં પણ જિલ્લા પંચાયતની 8માંથી 8 જગ્યાઓ પર ભાજપનો કબજો થયો, જ્યારે દદરા અને નગર હવેલીમાં 26માંથી 24 જિલ્લા પંચાયત જગ્યાઓ, 15માંથી 15 મ્યુનિસિપલ વોર્ડ પાર્ટીએ વિજય મેળવ્યો. આ નવો ઇતિહાસ લખાયો છે. જેમાં 95 સીટોમાંથી 90 સીટો પર બીજેપીના ઉમેદવારોને લોકોએ જીત અપાવી છે.  ભાજપના સ્થાનિક નેતાઓએ આ જીતને "લોકોના વિશ્વાસની મહાન જીત" તરીકે ગણાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું, "આ જીત માત્ર ચૂંટણીની જીત નથી, પરંતુ વિકાસ, પારદર્શિતા અને સમાવેશી શાસનની વિજય છે. દમણ-દીવના લોકો ભાજપના 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્રને અપનાવી રહ્યા છે." યુનિયન ટેરિટરીના વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે, 24 અને 25 ઓક્ટોબરે વિજય પ્રમાણપત્રો વિતરિત કરવામાં આવ્યા હતા, જે ચૂંટણી પ્રક્રિયાની ઝડપી અને સ્પષ્ટતા દર્શાવે છે.

Advertisement

વિરોધ પક્ષની ટીકા અને કોંગ્રેસનું આક્ષેપ

જીતની આ ભવ્યતા વચ્ચે વિરોધ પક્ષ કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે.  જેમાં નામાંકનપત્રોની નકારણી અને ઉમેદવારોના રદ્દીકરણ પર "ષડયંત્ર"નું આક્ષેપ કર્યું છે. તેમણે કહ્યું, "ભાજપે લોકશાહીને ખતમ કરી દીધી છે. અમારા ઉમેદવારોના નામાંકનપત્રોને રદ્દ કરીને ચૂંટણીને એકતરફી બનાવવામાં આવી છે." કોંગ્રેસે ચૂંટણી આયોગને પણ ફરિયાદ કરી છે, જેમાં "વોટ ચોરી"ના આક્ષેપોનો સમાવેશ છે. જોકે, ભાજપે આ આક્ષેપોને "પરાજયનું દુ:ખ" ગણાવીને નકારી કાઢ્યા છે અને કહ્યું કે લોકોની ભાવના વિરુદ્ધ કોઈ ષડયંત્ર કામ કરી શકે તેવું નથી.

Advertisement

કેમ ભાજપ ઉપર વિશ્વાસ દર્શાવ્યો

આ જીત ભાજપની વિકાસલક્ષી નીતિઓનું સ્પષ્ટ પરિણામ છે. દમણ-દીવમાં છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકારે આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કાર્યક્રમો દ્વારા લોકોના જીવનધોરણને સરળ બનાવ્યું કર્યું છે. સ્થાનિક વિસ્તારોમાં રસ્તા, પાણી પુરવઠો, વીજળી અને આરોગ્ય સુવિધાઓનું વિસ્તરણ થયું છે, જેના કારણે લોકોમાં ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ખાસ કરીને, ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ પંચાયતો પર ભાજપની જીતથી આગામી વર્ષોમાં વધુ વિકાસ કાર્યોની અપેક્ષા છે.

આ પણ વાંચો - સહકારી નેતા દિલીપ સંઘાણીએ રાહત પેકેજને લઈને આપ્યું નિવેદન

Tags :
Advertisement

.

×