Vav-Tharad : MD ડ્રગ્સનો કાળો કારોબાર ? કોંગ્રેસ સ્નેહમિલનમાં ગેનીબેન ઠાકોરના પોલીસ પર ગંભીર આક્ષેપ
- Vav-Tharad : ગેનીબેનના પોલીસ પર હપ્તારાજના આક્ષેપો, '1000થી વધુ ડ્રગ્સના વ્યસનીઓ'
- વાવ-થરાદમાં કોંગ્રેસનો પ્રહાર: ગેનીબેન કહે, 'પોલીસ મિલીભગતથી વ્યસન
- ગેનીબેનનો ગુસ્સો : ભાજપને આડે હાથ, 'બનાસકાંઠાનું ઋણ ભૂલશો નહીં, લોકોને મદદ કરો'
- સ્નેહમિલનમાં ધમાકો : પોલીસ પર ગંભીર આક્ષેપ, MD વ્યસનને લઈને ગેનીબેનની તીખી ટીકા
Vav-Tharad : : વાવ-થરાદ જિલ્લાના વિસ્તારમાં MD (Methamphetamine) ડ્રગ્સના વ્યસનનો મુદ્દો કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં તીખો બન્યો છે. કોંગ્રેસના વર્તમાન સાંસદ અને પૂર્વ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે, થરાદ MD ડ્રગ્સનું હબ બની ગયું છે અને પોલીસની મિલીભગતથી આ કાળો કરોબાર ખીલી રહ્યો છે. તેમણે હપ્તા વસૂલીને વેપારીઓને છૂટ આપવાના આક્ષેપો પણ કર્યા જેનાથી સ્થાનિક રાજકારણ સાથે પોલીસ બેડામાં હળવો હડકંપ મચ્યો છે.
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આજે કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયા સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા અને મિલન કાર્યક્રમમાં શિવા ભુરીયાએ કોંગ્રેસના આગેવાનોને ટકોર કરતા કહ્યું હતું કે જાણે આપણે સરકારથી અને ભાજપથી ડરતા હોઈએ તેવું હાલ જોવા મળી રહ્યું છે તેથી હાલત હાલ આવી ઊભી થઈ છે અને ખેડૂતોને ન્યાય મળતો નથી
કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબેનના પોલીસ પર આરોપ
પોલીસની મિલીભગતથી થરાદ બન્યુ MD ડ્રગ્સનું હબઃગેનીબેન
વાવ-થરાદ જિલ્લાની પોલીસે હપ્તા લઈને છૂટ આપીઃગેનીબેન
થરાદમાં 1 હજાર કરતા વધુ લોકો MD ડ્રગ્સનું વ્યસન કરે છેઃગેનીબેન
"પોલીસ તંત્ર માત્ર વ્યસન બંધ કરાવવાના શપથ લે તો પણ… pic.twitter.com/mRW90uyYtx— Gujarat First (@GujaratFirst) November 4, 2025
સ્નેહમિલનમાં ડ્રગ્સ પર ચર્ચા
થરાદમાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભાષણમાં પોલીસ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, "આજે થરાદમાં એક હજારથી વધુ લોકો MD ડ્રગ્સનું વ્યસન કરે છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આ સંખ્યા વધી શકે છે. પોલીસ તંત્ર મિલીભગત કરીને આને બચાવે છે અને હપ્તા લઈને ડ્રગ્સ કાટર ચલાવનારાઓને છૂટ આપે છે." આ આક્ષેપો સાંભળીને સ્નેહમિલનમાં આવેલા લોકોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ અને ઘણા લોકોએ તાળીઓથી સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો-Kumarbhai Kanani : સાવરકુંડલામાં બેનર લાગતા રાજકારણ ગરમાયું! MLA કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા
ગેનીબેને ભાજપને આડે હાથે લેતા કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી સંકલમ મીટિંગમાં અધિકારીઓને વ્યસનમુક્તિના શપથો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેની જગ્યાએ પોલીસે માત્ર વ્યસન બંધ કરાવવાનું શપથ લઈ લે તો પણ ઘણું થઈ જશે. "ભાજપ તરફથી મોટી-મોટી વાતો કરવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ, ડેપ્યુટી સીએમ, વિધાનસભા અધ્યક્ષ અને બે-બે મંત્રીઓ બનાસકાંઠાએ આપ્યા છે. પણ જો તમને બનાસકાંઠાનું નામ મળ્યું હોય તો તેનું ઋણ તમારા પર છે. લોકોને મદદ કરો!"
કોંગ્રેસના સ્નેહમિલનમાં બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે નેતાઓ ખેડૂતોનું સાંભળતા નથી અને આજ દિન સુધી સહાય કરવામાં આવી નથી. અમે આ વેદનું આપ્યા તેના પછી સ્થાનિક ભાજપના નેતાઓ જાગ્યા બીજી તરફ સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થતા જ થરાદ ચાર રસ્તા થી લઇ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રની અંદર માગ કરવામાં આવી હતી કે ઝડપીમાં ઝડપી ખેડૂતોને સહાય આપવામાં આવે અને તૂટેલી કેનાલોનું તાત્કાલિક રીપેરીંગ કરીને કેનાલમાં પાણી છોડવામાં આવે તેથી ખેડૂતોને હાલાકી ઓછી થાય. આ ઉપરાંત આવેદન પત્રમાં ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે, જો આગામી સમયમાં કેનાલોનું તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો આંદોલન કરીશું.
SP તરીકે મહિલા IPS અધિકારીની માંગણી
ગેનીબેનના આ આક્ષેપો પહેલા પણ બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ અને દારૂના વેપાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. માર્ચ 2025માં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને બોર્ડર વિસ્તારોમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ થકી દારૂનું ઠલવાતું હોવાના આરોપો લગાવ્યા હતા, જેનાથી હજારો મહિલાઓ વિધવા બની રહી છે. તેમણે ત્યારે જિલ્લા SP તરીકે મહિલા IPS અધિકારીની માંગણી પણ કરી હતી.
બનાસકાંઠા પોલીસના રેકોર્ડ અનુસાર, આ વર્ષે MD ડ્રગ્સ અને અન્ય નાર્કોટિક્સ સંબંધિત 150થી વધુ કેસો નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના થરાદ અને વાવ તાલુકામાં છે. સ્થાનિક વ્યસનમુક્તિ કેન્દ્રોના અંદાજ મુજબ, જિલ્લામાં 5000થી વધુ લોકો ડ્રગ્સના વ્યસની છે, જેમાં MDનું પ્રમાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો-સહાય પેકેજને લઇ મોટા સમાચાર, આજે સાંજે સરકાર જાહેર કરશે પેકેજ!, ખેડૂતોને મળી શકે છે સરપ્રાઈઝ


