ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Black Diamond Apple વિશ્વમાં સૌથી મોંઘુ, કિંમત જાણીને ચોંકી જશો!

બ્લેક ડાયમંડ એપલ ખુબજ દુર્લભ છે બ્લેક સફરજનને ઠંડા પ્રદેશમાં જોવા મળશે બ્લેક ડાયમંડ એપલ ક્યાં થાય છે? Black Diamond Apple: બ્લેક ડાયમંડ એપલ (Black Diamond Apple)એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને...
08:13 PM Nov 21, 2024 IST | Hiren Dave
બ્લેક ડાયમંડ એપલ ખુબજ દુર્લભ છે બ્લેક સફરજનને ઠંડા પ્રદેશમાં જોવા મળશે બ્લેક ડાયમંડ એપલ ક્યાં થાય છે? Black Diamond Apple: બ્લેક ડાયમંડ એપલ (Black Diamond Apple)એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને...
Black Diamond Apple

Black Diamond Apple: બ્લેક ડાયમંડ એપલ (Black Diamond Apple)એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારમાં થાય છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા હોય છે.કાશ્મીરના સફરજનની આ મોસમ છે. ફ્રૂટ માર્કેટ કાશ્મીરના સફરજનથી ભરેલું છે. જો તમે સારી ક્વોલિટીના કાશ્મીરી સફરજન ખરીદો છો, તો તમને તે લગભગ 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે, પરંતુ એક સફરજન એવું છે જેના એક ટુકડાની કિંમત 5 કિલો કાશ્મીરી સફરજન જેટલી છે.અમે જે સફરજન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ બ્લેક ડાયમંડ એપલ છે. આ સફરજન વિશ્વભરમાં માત્ર પસંદગીના સ્થળોએ જ ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત, તે અન્ય સફરજનની જેમ સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

બ્લેક ડાયમંડ એપલ ક્યાં થાય છે?

બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજન ઠંડા અને પર્વતીય વિસ્તારમાં થાય છે. આવી સ્થિતિમાં બ્લેક ડાયમંડ એપલની ખેતી તિબેટ અને ભૂટાનના પહાડી વિસ્તારોમાં જ થાય છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.

આ પણ  વાંચો -Cheapest Milk:માર્કેટમાં અમૂલને ટક્કર આપવા આવી આ કંપની

બ્લેક ડાયમંડ સફરજનની કિંમત

સામાન્ય રીતે કાશ્મીરી સફરજન લણણી સમયે 120 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જ્યારે બ્લેક ડાયમંડ એપલના એક ટુકડાની કિંમત 500 રૂપિયાની આસપાસ છે. તેના મોંઘા થવા પાછળ ઘણા કારણો છે, જેમાંથી એક એ છે કે આ સફરજનના ઝાડને ફળદાયી બનવામાં 8 વર્ષનો સમય લાગે છે. જ્યારે સામાન્ય સફરજનના ઝાડ 5 વર્ષમાં જ ફળ આપવાનું શરૂ કરે છે. જ્યારે બ્લેક ડાયમંડ સફરજનના ઝાડ પર માત્ર 30 ટકા સફરજન જ કાળા હોય છે.

આ પણ  વાંચો -કોણ છે Sagar Adani?, Gautam Adani લાંચ કેસમાં સામે આવ્યું નામ...

શું બ્લેક ડાયમંડ એપલ ખાવું સલામત છે?

બ્લેક ડાયમંડ એપલનો રંગ કાળો હોય છે, જેના કારણે ઘણા લોકોને શંકા હોય છે કે આ સફરજન ખાવામાં ફાયદાકારક નથી, પરંતુ એવું નથી. બ્લેક ડાયમંડ એપલ એ લાલ સફરજન અને લીલા સફરજન જેટલું જ આરોગ્યપ્રદ છે.

Tags :
Applebenefits of Applebenefits of black diamond appleBlack Diamond AppleMost expensive applePrice of black diamond appleRarest apple of worldTypes of AppleWhat is black diamond apple
Next Article