Blackout: ગુજરાતના સરહદી વિસ્તારોમાં કરાયું બ્લેક આઉટ, ગુજરાતના 18 સરહદી જિલ્લાઓ એલર્ટ પર
- ગુજરાતના 18 જિલ્લાને એલર્ટ મોડ પર રખાયા
- પાક.ના હુમલાની શક્યતાને લઈ એલર્ટ પર મુકાયા
- સરહદીય સહિત 18 જિલ્લા એલર્ટ પર
ગુજરાતના 18 જિલ્લાને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. પાક.ના હુમલાની શક્યતાને લઈ એલર્ટ પર મુકાયા છે. સરહદી વિસ્તારના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં વધુ બેડ, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ
યુદ્ધની પૂર્વ તૈયારીના ભાગરૂપે જામનગરની સરકારી જીજી સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. હોસ્પિટલમાં વધુ બેડ, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ ડોક્ટર અને સપોર્ટિંગ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. પાક હુમલો કરે એવી સંભાવનાઓ વચ્ચે પોરબંદર, જામનગર અને દ્વારકામાં 75 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. બનાસકાંઠા અને કચ્છમાં પણ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. બનાસકાંઠામાં 15 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. હુમલાની શક્યતાને પગલે ગુજરાતમાં તંત્ર એલર્ટ છે.
સાંતલપુરમાં 13 ગામડાઓમાં હાલ બ્લેક આઉટ
સરહદી વિસ્તાર એવા પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. સાંતલપુરના વારાહીમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યું છે. પાટણ એસપી, કલેક્ટર સહિતના અધિકારીઓ તૈનાત છે. તેમજ ઈમરજન્સી સેન્ટર પર અધિકારીઓ પહોંચ્યા છે. સાંતલપુરના 13 ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું.
મુંદ્રાના અદાણી પોર્ટ પર કામ બંધ કરાયું
કચ્છમાં હાઈએલર્ટને પગલે પોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. મુંદ્રાના અદાણી પોર્ટ પર કામ બંધ કરાયું હતું. અદાણી પોર્ટની તમામ કાર્યવાહી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ પોર્ટ આસપાસ સુરક્ષા વધારવામાં આવી હતી.
કચ્છ જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
કચ્છ જિલ્લાનાં બોર્ડર વિસ્તારના ગામોને એલર્ટ કરાયા હતા. ખાવડા, લખપત સહિતના બોર્ડર વિસ્તારના ગામોને એલર્ટ કરાયા હતા. 20 વાહનો ખાવડા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. ભુજથી સેનાના વાહન બોર્ડર વિસ્તાર તરફ રવાના કરાયા હતા.
પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરાયુ
પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. સાંતલપુરના વારાહીમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પાટણ એસપી, કલેક્ટર સહિતનાં અધિકારીઓ કંટ્રોલરૂમ ખાતે પહોંચ્યા છે. તેમજ સાંતલપુરના 13 ગામડાઓમાં બ્લેક આઉટ કરવામાં આવ્યુંં છે.
બ્લેક આઉટના સમય ગાળા દરમિયાન હુમલો
બ્લેક આઉટના સમયગાળા દરમ્યાન હુમલો કરવામાં આવ્યો હતો. કચ્છના સીરક્રિક નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. તેમજ કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ હતી.
આ પણ વાંચોઃ Operation Sindoor: હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ, ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો પોસ્ટ
ગુજરાતના ભુજમાં બ્લેકઆઉટ
ગુજરાતના ભૂજમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. હુમલાની શક્યતાને લઈ બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કચ્છ જિલ્લામાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ LIVE: Operation Sindoor 2.0 : કરાચી પર ભારતીય નેવીનો સૌથી મોટો હુમલો, કરાંચી બંદરને કર્યું તબાહ


