Rajkot: SIR કામગીરી દરમિયાન મહિલા BLO ની હૃદયદ્રાવક ઓડિયો ક્લિપ વાયરલ, મહિલાએ કેમ કરી આપઘાતની વાત?
- રાજકોટમાં (Rajkot) SIRની કામગીરી દરમિયાન BLOની ઓડિયો ક્લિપ વાયરલ
- સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ
- સોસાયટીના પ્રમુખને ફોર્મ પરત આપવા આજીજી કરે છે મહિલા BLO
- ફોર્મ પરત નહીં અપાય તો અધિકારી ધમકી આપતા હોવાનો ઉલ્લેખ
- રાત્રે 12-12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રખાતા હોવાનો ઉલ્લેખ
- વાતચીતમાં મહિલા BLO રડતાં રડતાં આપઘાતની કરે છે વાત
- વાયરલ ઓડિયો ક્લિપની ગુજરાત ફર્સ્ટ નથી કરતુ પુષ્ટિ
Rajkot: વિધાનસભા ચૂંટણી પહેલાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કામગીરી વચ્ચે રાજકોટમાંથી (Rajkot) એક મહિલા બૂથ લેવલ ઓફિસર (BLO)ની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયોમાં મહિલા BLO રડતાં-રડતાં એક સોસાયટીના પ્રમુખ પાસે વારંવાર આજીજી કરતાં સંભળાય છે કે તેમણે ભરેલા ફોર્મ પરત આપી દે અથવા તો સુધારા સાથે પાછા આપી દે, કારણ કે ઉપરી અધિકારીઓ ફોર્મ અપલોડ ન થાય તો રાતના 12-12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખે છે અને ધમકીઓ આપે છે.
મહિલા BLO એ રડતા રડતા જણાવી આપવીતી
ઓડિયો ક્લિપમાં મહિલા BLO (જે શિક્ષિકા હોવાનું કહેવાય છે) ભાવુક થઈને કહે છે:“તમે બધું મને ભેગું કરી દો… મારે હવે બધું ભેગું થાય એમ નથી…ગઈકાલે રાત્રે 12. 30 વાગ્યે બહુમાળી ઓફિસમાંથી બહાર નીકળી…,મને રાતના 12-12વાગ્યા સુધી બેસાડી રાખે છે…આમાં આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી ભાઈ…ફોર્મ કોરા કોરા આપી દેશો તો પણ ચાલે…નોકરી મૂકી દઉં છું, પણ અત્યારે એ પણ મૂકવા નથી દેતા…મને હાર્ટએટેક આવ્યો છે, અરજી કરી છે છું બાદ કરવા માટે, પણ માનતા નથી…”આ સાંભળીને સોસાયટીના પ્રમુખ તેમને સમજાવે છે કે “આપઘાત ન કરતાં, શાંતિથી વાત કરો, અમે મદદ કરીશું.”
Rajkot : રાજકોટમાં મહિલા BLOએ રડતાં રડતાં
સોસાયટીના પ્રમુખને આજીજી કરી! | Gujarat Firstરાજકોટમાં SIRની કામગીરી દરમિયાન BLOની ઓડિયો ક્લિપ વાયરલ
સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ
સોસાયટીના પ્રમુખને ફોર્મ પરત આપવા આજીજી કરે છે મહિલા BLO
ફોર્મ અપલોડ ન કરાય… pic.twitter.com/JbJkiwU51T— Gujarat First (@GujaratFirst) November 29, 2025
ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઓડિયો ક્લિપ વ્હોટ્સએપ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહી છે અને ચૂંટણી કામગીરી દરમિયાન BLO-શિક્ષકો પર થઈ રહેલા અત્યધિક માનસિક દબાણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ચૂંટણીકાળ દરમિયાન શિક્ષકો-BLO પરના દબાણને ઉજાગર કરે છે.આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી કે મામલતદાર પાસેથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જો આરોપો સાચા હશે તો ચૂંટણી કામગીરીમાં કર્મચારીઓના માનસિક આરોગ્ય અને કાર્યદબાણ અંગે ગંભીર સવાલો ઉભા થશે.
નોંધ: આ વાયરલ ઓડિયો ક્લિપની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો : Gandhinagar : પાટનગરમાં લવલીના બોર્ગોહેનની બોક્સિંગ એકેડેમી શરૂ!


