Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોગસ ટ્રાફિક મેમો મોકલીને જાળ બિછાવતા સાયબર માફિયા, જાણો A To Z

Cyber Fraud Bogus Traffic Memo : સાઇબર અપરાધીઓ સૌથી પહેલા યુઝર્સના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વ્હોટ્સએપ મેસેજ મોકલે છે
બોગસ ટ્રાફિક મેમો મોકલીને જાળ બિછાવતા સાયબર માફિયા  જાણો a to z
Advertisement
  • સમય સાથે સાયબર માફિયાઓ દ્વારા પણ કિમિયાઓ બદલવામાં આવ્યા
  • સાયબર સિક્યોરીટી એક્સપર્ટે મયુર ભુસાવળકરે નવું કૌભાંડ ખુલ્લુ પાડ્યું
  • બનાવટી ટ્રાફિક મેમોમાં સાચો વાહન નંબર મોકલીને ખીસ્સા ખાલી કરવાનું કાવતરૂં

Cyber Fraud Bogus Traffic Memo : આજકાલ સાઇબર ગઠિયાઓ (Cyber Mafia) લોકોના બેંક ખાતા ખાલી કરવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. આ જ શ્રેણીમાં, એક નવું અને અત્યંત ખતરનાક કૌભાંડ સામે આવ્યું છે, જે ‘mParivahan.apk’ ના (Bogus Traffic Memo Scam) નામે ચાલી રહ્યું છે. વ્હોટ્સએપ પર મોકલવામાં આવતા એક મેસેજ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અને સૌથી ચિંતાની વાત એ છે કે, આ મેસેજમાં પીડિતના વાહનનો સાચો રજીસ્ટ્રેશન નંબર લખેલો હોય છે, જેના કારણે તે સંપૂર્ણપણે અસલી લાગે છે. આમ આ પ્રકારના સ્કેમને (Bogus Traffic Memo Scam) કારણે લોકો પોતાના રૂપિયા ગુમાવી રહ્યા છે, અને સાથે જ પોતાના સંપૂર્ણ મોબાઇલ નું નિયંત્રણ પણ ગુમાવી રહ્યા છે. સમગ્ર મામલે સાયબર સિક્યોરીટી એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા ડિટેઇલ્ડ એનાલિસિસ કરીને લોકજાગૃતિ માટે માહિતી પૂરી પાડવામાં આવી છે.

Advertisement

સાઇબર અપરાધીઓની મોડેસ ઓપરેન્ડી પાંચ તબક્કામાં :

(1) વ્હોટ્સએપ પર મેસેજ: સાઇબર અપરાધીઓ સૌથી પહેલા યુઝર્સના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વ્હોટ્સએપ મેસેજ મોકલે છે (Bogus Traffic Memo Scam) , જે આરટીઓ અથવા ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી હોવાનો ડોળ કરે છે. મેસેજનું લખાણ કંઈક આ પ્રકારનું હોય છે.

Advertisement

Traffic Violation Notice - Immediate Action Required

Vehicle Owner,

We regret to inform you that a traffic violation has been recorded against your vehicle for violating traffic rules by (Overspeeding)

Vehicle No: GJ06 XX XXXX

Offense: Any Date

Amount Due: ₹1,000

To view Photographic Evidence Please Download mParivahan Official app Given Below

"mparivahan.apk"

Failure to respond to a traffic challan or court summons may result in the suspension or cancellation of your driving license.

RTO.

(2) વિશ્વાસ કેળવવાની તરકીબ: આ મેસેજમાં યુઝર્સના વાહનનો સાચો નંબર લખેલો હોવાથી તેને મોબાઈલ પર આવેલા વ્હોટ્સએપ (Bogus Traffic Memo Scam) મેસેજ પર વિશ્વાસ બેસી જાય છે કે આ મેસેજ આરટીઓ તેમજ ટ્રાફિક શાખામાંથી જ આવ્યો છે.

(3) ડરનો માહોલ: મેસેજમાં લાઇસન્સ રદ થવાની (Bogus Traffic Memo Scam) અથવા કોર્ટ કાર્યવાહીની ધમકી આપવામાં આવે છે, જેથી વ્યક્તિ ગભરાઈને તરત જ મેસેજમાં જણાવવામાં આવેલા પગલાં લેવા મજબૂર બને છે.

(4) નકલી એપ્લિકેશન (.apk ફાઇલ): મેસેજમાં "ફોટોગ્રાફિક તેમજ વિડીયોગ્રાફિક પુરાવા" જોવાની (Bogus Traffic Memo Scam) ધમકી આપીને ‘mParivahan.apk’ એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે.આ એપ્લિકેશન google play store પર નથી હોતી, તેમજ આ એપ્લિકેશન google play store અને એપ સ્ટોર પર ઉપલબ્ધ mParivahan એપ જેવી સાચી અને ઓથેન્ટિકેટ એપ્લિકેશન નથી, પરંતુ આ એપ્લિકેશન મોબાઇલ ને હેક કરતો એક પ્રકારનો વાયરસ અથવા માલવેર છે.

(5) માહિતીની ચોરી: જ્યારે કોઈ યુઝર આ નકલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે ત્યારે તેના મોબાઈલ ફોનનો સંપૂર્ણ કંટ્રોલ (Bogus Traffic Memo Scam) સાઇબર ગઠિયાઓ મેળવી લે છે. જેમકે કોન્ટેક્ટ્સ, એસએમએસ , ગેલેરી અને સૌથી અગત્યનું, યુઝર્સના બેંકિંગ એપ્સના યુઝરનેમ અને પાસવર્ડ ચોરી શકે છે. આ પછી સાઇબર ગઠિયાઓ સરળતાથી ખાતામાંથી રૂપિયા સાફ કરી નાખે છે, સાથે whatsapp ને પણ નિયંત્રણમાં લઈ લે છે, અને યુઝર્સના નામથી એના મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે.

સાઇબર ગઠિયાઓ પાસે ગાડીનો નંબર ક્યાંથી આવે છે ?

(1) લિક થયેલા ડેટામાંથી : ઘણી વખત આરટીઓ (Bogus Traffic Memo Scam) નું કામકાજ કરનાર એજન્ટો, વીમા કંપનીઓ, કાર ડીલરશીપ , પીયુસી સેન્ટર જેવી જગ્યાએ જઈને સાઇબર ગઠિયાઓ મિત્રતા કેળવતા હોય છે અને ત્યારબાદ લોકોના નામ, મોબાઇલ નંબર અને વાહન નંબર જેવો ડેટા મેળવતા કે ચોરી કરતા હોઈ શકે છે.

(2) ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સ્ક્રેપિંગ : OLX, Facebook Marketplace જેવી વેબસાઇટ્સ (Bogus Traffic Memo Scam) પર લોકો પોતાની ગાડી વેચવા માટે જાહેરાત મૂકે છે. આ જાહેરાતોમાં તેઓ પોતાનો મોબાઇલ નંબર અને ફોટામાં નંબર પ્લેટ નંબર સ્પષ્ટ દેખાડતા હોય છે, સ્કેમર્સ આવા પ્લેટફોર્મ પરથી હજારો લોકોનો ડેટા આપમેળે એકત્રિત કરી લે છે.

આવા કૌભાંડથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું:

(1) સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ કરો: એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે , આરટીઓ કે ટ્રાફિક પોલીસ ક્યારેય (Bogus Traffic Memo Scam) વ્હોટ્સએપ પર ચલણ કે નોટિસ મોકલતી નથી. તેઓ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ મોકલતા હોય છે અને તે પણ સરકારના અધિકૃત SMS હેડર (જેમ કે VAHAN, RTO) પરથી SMS મોકલે છે, અને સત્તાવાર એસ.એમ.એસ હેડરના અંતમાં (G)લખેલું હોય છે , જે દર્શાવે છે કે ગવર્મેન્ટ તરફથી આવેલ છે અને ઘરે ટપાલ દ્વારા નોટિસ મોકલે છે. સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ આવું ચલણ કોઈ ત્રાહિત મોબાઈલ નંબર પરથી આવતું હોતું નથી.

(2) કોઈપણ .apk ફાઇલ ડાઉનલોડ ન કરો: સરકારી એપ્લિકેશન્સ તેમજ કોઈપણ પ્રકારની એપ્લિકેશન હંમેશા Google Play Store (Android માટે) અથવા Apple App Store (iPhone માટે) પરથી જ ડાઉનલોડ કરો. અજાણી લિંક પરથી ક્યારેય કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો.

(3) સત્તાવાર વેબસાઇટ પર ચકાસણી કરો: જો તમને તમારા વાહન પર કોઈ ચલણ હોવાની શંકા હોય, તો હંમેશા ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ https://echallan.parivahan.gov.in પર જઈને તમારા વાહન નંબર, ચેસીસ નંબર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર નાખીને તપાસ કરો.

(4) મોબાઈલ નંબર ને બ્લોક અને રિપોર્ટ કરો: જો તમને આવો કોઈ મેસેજ કોઈ ત્રાહિત મોબાઈલ નંબર ઉપરથી મળે, તો તરત જ તે નંબરને વ્હોટ્સએપ પર બ્લોક કરો અને સ્પામ તરીકે રિપોર્ટ કરો, સાથે ચક્ષુ પોર્ટલ પર પણ તેનો રિપોર્ટ કરવો અત્યંત આવશ્યક છે.

(5) 1930 નંબર પર કોલ કરો: જો કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન થાય છે, 1930 નંબર ડાયલ કરીને ફરિયાદ સાઇબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવવી અત્યંત જરૂરી છે.

(6) ડિવાઇસને ફેક્ટરી રીસેટ કરો: જો કોઈ યુઝર પોતાના મોબાઈલમાં કોઈપણ .apk ફાઈલ ઇન્સ્ટોલ કરી લે છે, સૌથી પહેલા ડેટા કનેક્શન ઓફ કરીને ફેક્ટરી રીસેટ કરવો જોઈએ, સાથે જ મિત્રોને અને પરિવારને આ સંદર્ભે જાણ કરવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો -----  World First AI Minister: અલ્બેનિયાના પ્રથમ AI મંત્રીએ સંસદમાં જોરદાર ભાષણ આપ્યું

Tags :
Advertisement

.

×