Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shah Rukh ને મળી જાનથી મારી નાખવાની ધમકી...

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી ખંડણીની માંગણી પણ કરવામાં આવી આ ધમકીભર્યો કોલ રાયપુરથી આવ્યો પોલીસ ટીમ તપાસ માટે રાયપુર પહોંચી Shah Rukh Khan : બોલિવુડ અભિનેતા સલમાન ખાનને મળી રહેલી ધમકીઓ વચ્ચે હવે કિંગ ખાન શાહરુખને...
shah rukh ને મળી જાનથી મારી નાખવાની ધમકી
Advertisement
  • શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી
  • ખંડણીની માંગણી પણ કરવામાં આવી
  • આ ધમકીભર્યો કોલ રાયપુરથી આવ્યો
  • પોલીસ ટીમ તપાસ માટે રાયપુર પહોંચી

Shah Rukh Khan : બોલિવુડ અભિનેતા સલમાન ખાનને મળી રહેલી ધમકીઓ વચ્ચે હવે કિંગ ખાન શાહરુખને (Shah Rukh Khan) જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ફોન કરીને ધમકી આપવામાં આવી છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઘણા દિવસોથી ગેંગસ્ટર્સના નિશાના પર છે. સલમાનના નામે એક પછી એક ધમકીઓ આવી રહી છે. અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં ભાઈજાનને ધમકી આપનાર અને તેના ઘરની બહાર હુમલો કરનારા ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, બ્રેકિંગ ન્યૂઝ એ છે કે સલમાન ખાન બાદ શાહરૂખ ખાન પર પણ મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા છે.

Advertisement

Advertisement

ખંડણીની માંગણી પણ કરવામાં આવી

સામે આવી રહેલી માહિતી મુજબ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો છે અને આ દરમિયાન ખંડણીની માંગણી પણ કરવામાં આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ધમકીભર્યો કોલ રાયપુરથી આવ્યો છે અને ફૈઝાન ખાન નામના વ્યક્તિએ અભિનેતાને ધમકી આપી છે.

આ પણ વાંચો---ફિલ્મી ડાયલોગના કારણે Mithun Chakraborty વિરુદ્ધ નોંધાયો કેસ

અભિનેતા અથવા પોલીસે હજી સુધી કંઈપણ પુષ્ટિ કરી નથી

ફૈઝાન ખાને કિંગ ખાન પાસે ખંડણી માંગી છે. આ સમાચારમાં કેટલું સત્ય છે તે અત્યારે કહી શકાય તેમ નથી. અભિનેતા અથવા પોલીસે હજી સુધી કંઈપણ પુષ્ટિ કરી નથી.

પોલીસ ટીમ તપાસ માટે રાયપુર પહોંચી

આ મામલે પોલીસે નિશ્ચિતપણે કહ્યું છે કે પોલીસ ટીમ તપાસ માટે રાયપુર પહોંચી છે. પરંતુ પોલીસે હજુ સુધી શાહરૂખ ખાનને મળેલી જાનથી મારી નાખવાની ધમકીની પુષ્ટિ કરી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને થોડા સમય બાદ સત્ય બહાર આવશે.

આ પણ વાંચો---ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકારો Malhar Thakar આ અભિનેત્રી સાથે કરશે લગ્ન

Tags :
Advertisement

.

×