Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોતાના વિરૂદ્ધની ટીકા-ટિપ્પણીનો સામનો કરવા બોલિવૂડ એક્ટ્રેસ કાજોલનો રસ્તો અપનાવો

KAJOL DEVGAN : લોકો તમારા વિશે વાત કરશે.તમે સાચું કરો કે ખોટું, તમે મંદિરમાં જાઓ કે ક્લબમાં, લોકો ચોક્કસ તમારા વિશે ખરાબ બોલશે
પોતાના વિરૂદ્ધની ટીકા ટિપ્પણીનો સામનો કરવા બોલિવૂડ એક્ટ્રેસ કાજોલનો રસ્તો અપનાવો
Advertisement
  • કાજોલે પોતાના સંતાનોને ટીકા-ટિપ્પણીઓ સામે રસ્તો બતાવ્યો
  • સન્ડે બ્રંચમાં કાજોલે મન ખોલીને હોસ્ટ સાથે વાત કરી
  • કાજોલની જેમ મનોવૈજ્ઞાનિક રીમા ભાંડેકરે પણ ગ્રોથ માઇન્ડસેટ પર ફોકસ કરવા જણાવ્યુું

KAJOL DEVGAN : બોલિવૂડની અભિનેત્રી કાજોલ (KAJOL) અને તેના પતિ અજય દેવગણ (AJAY DEVGAN) ઘણા વર્ષોથી બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ (BOLLYWOOD FILM INDUSTRY) માં કામ કરી રહ્યા છે અને વર્ષોથી તેઓ ટ્રોલર્સ અને ધિક્કારતી કોમેન્ટ કરતા લોકો સાથે વ્યવહાર કરવાનું શીખી ગયા છે. પરંતુ અન્ય માતાપિતાની જેમ, તેઓ પણ તેમના બાળકો પર કરવામાં આવતી ટિપ્પણીઓ અથવા ટીકા પ્રત્યે સંવેદનશીલ છે અને તેમને તેનાથી દુઃખ થાય છે. સાથે જ તેઓ તેમના સંતાનોને તેનાથી બચવાના ઉપાયો સૂચવી રહ્યા છે.

કાજોલે કહ્યું, મેં બાળકોને આ સલાહ આપી હતી

'સન્ડે બ્રંચ'ના એક એપિસોડમાં હોસ્ટ કામિયા જાનીએ કાજોલને પૂછ્યું કે, શું તે બાળકો પર કરવામાં આવેલી ટિપ્પણીઓથી ગુસ્સે થઈ જાય છે, ત્યારે કાજોલે કહ્યું, "મને ગુસ્સો આવે છે. હું નારાજ થાઉં છું. પરંતુ જેમ મેં ન્યાસા (કાજોલની પુત્રી) ને કહ્યું હતું કે, તમારે જાણવું જોઈએ કે તમે શું કરી રહ્યા છો. તમારે સમજવું પડશે કે, તમે જે પણ કરો છો, લોકો તમારા વિશે વાત કરશે.તમે સાચું કરો કે ખોટું, તમે મંદિરમાં જાઓ કે ક્લબમાં, લોકો ચોક્કસ તમારા વિશે ખરાબ બોલશે. તમે તેને એટલી ગંભીરતાથી ન લઈ શકો કે તમે તેની ચિંતા કરો કે પાગલ થઈ જાઓ.

Advertisement

ટીકાને તકમાં ફેરવો

જોકે, પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું આવી પરિસ્થિતિઓમાં ટીકાને અવગણવી અને શાંત રહેવું એટલું સરળ છે ? આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના એમપાવરના મનોવૈજ્ઞાનિક રીમા ભાંડેકરે આ અંગે જણાવ્યું હતું કે, તમારી અથવા તમારા પ્રિયજનોની ટીકા સાંભળવી દુઃખદાયક હોઈ શકે છે, અને આવી બાબતો ઘણા દિવસો સુધી આપણા મનમાં રહી શકે છે. 'કેટલીકવાર, ટીકા ખોટી, દુઃખદાયક અથવા તો અસંસ્કારી પણ લાગી શકે છે,' પરંતુ ગ્રોથ માઇન્ડસેટ અપનાવીને, આપણે બીજાઓના વિચારોને સારી ભાવનાથી સ્વીકારી શકીએ છીએ, અને સમય જતાં પોતાને સુધારવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

Advertisement

ગ્રોથ માઇન્ડસેટ શું છે ?

રીમા કહે છે, 'જ્યારે કોઈ જાહેરમાં કોઈની ક્ષમતાઓની ટીકા કરે છે, ત્યારે ચૂપ રહેવા કે વિરોધ કરવાને બદલે, ગ્રોથ માઇન્ડસેટ ધરાવતા લોકો તેને ડેટા તરીકે લે છે, અને શાંતિથી જ્યાં જરૂરી હોય ત્યાં સુધારો કરવાનો નિર્ણય લે છે. ગ્રોથ માઇન્ડસેટ એ સ્ક્રિપ્ટને મધ્યમાં ફરીથી લખવા જેવી છે, વાર્તાને વધુ ઊંડાણમાં સમજાવવાની સાથે નવી દિશામાં લઈ જવા જેવી છે. તેના દબાણ હેઠળ ભાંગી પડવા અને ખરાબ અનુભવમાંથી બહાર આવવા વચ્ચેના તફાવત જેવું છે.'

કહાની બદલો

રીમાનું કહેવું છે કે, જ્યારે તમને ટીકા મળે, ત્યારે પહેલા તેને ત્રીજા વ્યક્તિના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરો અને વિચારો કે એક સફળ અને શાંત વ્યક્તિ આ ટીકાને કેવી રીતે લેશે ? પછી ટીકાના ઉપયોગી અને વ્યવહારુ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારે વ્યક્તિના સ્વર અને તેના શબ્દોમાં છુપાયેલા સંદેશને અલગ પાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આની મદદથી તમે તે ટીકાનો ઉપયોગ તમારા ફાયદા માટે કરી શકશો.

તમારા પર કામ કરો

તેમણે ઉમેર્યું કે, ટીકાનો ઉપયોગ બીજાઓ સમક્ષ પોતાને સાબિત કરવાની તક તરીકે કરો. તમારા મોટા સપનાઓના માર્ગમાં નકારાત્મકતાને ન આવવા દો. જો તમને અપેક્ષાઓ પૂરી ન કરવા બદલ ઠપકો આપવામાં આવે, તો સમય સાથે કેવી રીતે આગળ વધવું તે વિશે નિષ્ણાતો સાથે વાત કરો. રીમાના મતે, ટીકા સાથે સંકળાયેલી લાગણીઓનો સામનો કરવા માટે અન્ય લોકો પાસેથી નવો દ્રષ્ટિકોણ મેળવવો હંમેશા મદદરૂપ થાય છે. સમજો કે દરેક વ્યક્તિ તમારા વિશે પોતાનો અભિપ્રાય રાખી શકે છે, ભલે તમને તે ગમે કે ન ગમે. તો તમારી જાતને જજ કરવાનું શરૂ ન કરો.

આ પણ વાંચો ---- બિઝનેસમેન સંજય કપુરની રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં માતાનો ભાગ નહીં, વિવાદ શરૂ

Tags :
Advertisement

.

×