Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિનેત્રી રેખાએ મહિલા ચાહકને ધકેલી, લોકોએ કહ્યું, 'જયા બચ્ચનનો રોગ લાગ્યો'

આ ઘટનામાં રેખા ખૂબ જ આક્રમક દેખાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. 75 વર્ષીય અભિનેત્રી ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી હતી. તેણી ધીમી પડી હોય તેવું લાગતું નહતું. કેમેરામાં સ્પષ્ટપણે દેખાય છે કે, તે હસતા મોંઢે સ્થિતિમાં આગળ વધી રહી છે. બાદમાં, પાપારાઝીને જોઈને, તેણીએ સ્મિત કર્યું, અને હાથ હલાવ્યો, અને પોતાની કાર તરફ ગઈ હતી.
અભિનેત્રી રેખાએ મહિલા ચાહકને ધકેલી  લોકોએ કહ્યું   જયા બચ્ચનનો રોગ લાગ્યો
Advertisement
  • રેખા તેને શાંત, સૌમ્ય અને મળતાવળા સ્વભાવ માટે જાણીતી છે
  • તાજેતરમાં રેખાએ ફોટે લેવા આવેલી મહિલાને ધકેલી દીધી
  • ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકો રોષે ભરાયા

Actress Rekha Push Away Fan : બોલીવુડ અભિનેત્રી રેખા તેના સારા વર્તન માટે જાણીતી છે. જો કે, તાજેતરમાં તેણીએ મુંબઈ એરપોર્ટ પર એક મહિલા ચાહક સાથે સેલ્ફી લેવાનો ઇનકાર જ કર્યો નહતો, પરંતુ તેણીને દૂર પણ ધકેલી દીધી હતી, જેનાથી ઘણા લોકો દંગ રહી ગયા હતા. આ મામલે મેનેજરે દરમિયાનગીરી કરી હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. બાદમાં, રેખાએ પાપારાઝી પર સ્મિત કર્યું હતું. એક યુઝરે લખ્યું, "જયા બચ્ચન જેવું વર્તન કરવું," જ્યારે બીજાએ કહ્યું, "તે મહિલાને ધક્કો મારવાની કોઈ જરૂર નહોતી."

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સેલ્ફી માંગતી મહિલાને ધક્કો માર્યો

પીઢ અભિનેત્રી રેખા તેની સુંદરતા અને સૌમ્ય વર્તન માટે જાણીતી છે, અને ઘણીવાર ચાહકો સાથે ઉષ્માભરી વાતચીત કરે છે. જો કે, આશ્ચર્યજનક ઘટનામાં, તેણીએ એક મહિલા ચાહકની સેલ્ફી લેવાની વિનંતીને નકારી કાઢી અને તેણીને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે, સાથે જ રેખાએ મહિલાને બળજબરીથી દૂર ધકેલી દીધી હતી.

Advertisement

અભિનેત્રીએ ફોટો લેવાનો ઇનકાર કર્યો

સોમવાર, 8 ડિસેમ્બરના રોજ, રેખા મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી માટે સિગ્નેચર સ્મિત સાથે ટર્મિનલમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. દરમિયાન સેલ્ફી માટે ઉત્સુક એક મહિલા ચાહક તેનો ફોન લઈને તેની તરફ દોડી ગઈ હતી, પરંતુ અભિનેત્રીએ ફોટો લેવાનો ઇનકાર કર્યો, અને તેણીને દૂર ધકેલી દીધી હતી. તેના મેનેજર ફરઝાનાએ પણ ચાહકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

રેખાને પાપારાઝી જોડે કોઇ વાંધો નથી

આ ઘટનામાં રેખા ખૂબ જ આક્રમક દેખાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. 75 વર્ષીય અભિનેત્રી ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી હતી. તેણી ધીમી પડી હોય તેવું લાગતું નહતું. કેમેરામાં સ્પષ્ટપણે દેખાય છે કે, તે હસતા મોંઢે સ્થિતિમાં આગળ વધી રહી છે. બાદમાં, પાપારાઝીને જોઈને, તેણીએ સ્મિત કર્યું, અને હાથ હલાવ્યો, અને પોતાની કાર તરફ ગઈ હતી. ઈન્ટરનેટ યુઝર્સે રેખાના વર્તનની આકરી ટીકા કરતા કહ્યું કે આવી સેલિબ્રિટીઓ પર કોઈ ધ્યાન આપવું જોઈએ નહીં. બીજા યુઝરે કહ્યું, "તેણી પણ જયા બચ્ચનનો રોગ લાગ્યો છે."

આ પણ વાંચો ------  Entertainment: વાહ રે, રાજકારણ, ગૃહમાં લડતા-ઝઘડતા નેતાઓ લગ્ન પ્રસંગમાં તાલ મિલાવીને નાચ્યાં!

Tags :
Advertisement

.

×