URVASHI RAUTELA લંડનમાં લાચાર બની, સોશિયલ મીડિયા પર માંગી મદદ
- વિદેશમાં બોલીવુડની એક્ટ્રેસ મુશ્કેલીમાં મુકાઇ
- ઉર્વશી રાઉતેલાએ લંડનમાં લેન્ડ કરતા જ બેગ ના મળી
- સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે તેણીએ લોકોની મદદ માંગી
URVASHI RAUTELA : જાણીતી બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (BOLLYWOOD ACTRESS URVASHI RAUTELA) આજકાલ ખૂબ જ પરેશાન છે. તાજેતરમાં તેણીનું લંડનના ગેટવિક એરપોર્ટ (GATWICK AIRPORT - LONDON) પરથી લક્ઝરી બેગ અચાનક ગાયબ થઈ ગઇ હોવાનું સામે આવ્યું છે. વિમ્બલ્ડન ઇવેન્ટમાં ભાગ લેવા આવેલી ઉર્વશીને ખબર પડી કે તેની ડાયોર બ્રાન્ડ બ્રાઉન બેગ બેગ બેગેજ બેલ્ટ પર નથી, બાદમાં તેણે તરત જ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી અને મદદ માટે અપીલ કરી દીધી હતી.
View this post on Instagram
એરપોર્ટ પહોંચતાની સાથે જ તેની બેગ મળી નહીં
ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું - 'ચૂપચાપ અન્યાય સહન કરવો પણ પોતાની જાત સાથે અન્યાય કરવા સમાન છે.' તેણે ગેટવિક એરપોર્ટ, એમિરેટ્સ એરલાઇન્સ અને યુકેની મેટ્રોપોલિટન પોલીસને ટેગ કરીને આ ઘટના વિશે જણાવ્યું હતું. ઉર્વશીનું કહેવું છે કે, તેણે મુંબઈથી લંડન વાયા દુબઈ એમિરેટ્સ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી હતી. પરંતુ ગેટવિક એરપોર્ટ પહોંચતાની સાથે જ તેની બેગ મળી નહીં. ખાસ વાત એ છે કે, તેણે તેની ફર્સ્ટ ક્લાસ ટિકિટ, બેગેજ ટેગ અને બોર્ડિંગ પાસના ફોટા પણ પોસ્ટ કર્યા છે, જેથી કોઇને તેના શબ્દોમાં કોઈ શંકા ન રહે.
કૃપા કરીને તાત્કાલિક મદદ કરો
અભિનેત્રીએ લખ્યું- 'મુંબઈથી એમિરેટ્સ ફ્લાઇટ લઈને જ્યારે અમે ગેટવિક એરપોર્ટ પહોંચ્યા, ત્યારે વિમ્બલ્ડન ઇવેન્ટ માટે જરૂરી અમારી ડાયોર બેગ બેગ બેગેજ બેલ્ટમાંથી ચોરાઈ ગઈ. હું ટિકિટ અને બેગ ટેગ શેર કરી રહી છું. કૃપા કરીને તાત્કાલિક મદદ કરો.'
અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી
ઉર્વશીના આ મામલે હજુ સુધી એમિરેટ્સ એરલાઇન્સ કે એરપોર્ટ ઓથોરિટી કે યુકે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, દરમિયાન આ પોસ્ટ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
આ પણ વાંચો ---- Anupamaa vs kyunki saas... : અનુપમાથી ક્યુંકી સાસ ભી કભી બહુ થી કેમ છે અલગ, આ છે મોટા કારણો


