DON ફિલ્મના દિગ્દર્શક ચંદ્ર બારોટનું નિધન, અમિતાભ બચ્ચને લખ્યું- ' ખોટ શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ..'
- અમિતાભ બચ્ચન માટે ડોન ફિલ્મ પ્રચંડ સફળ રહી
- ફિલ્મના દિગ્દર્શકનું સારવાર દરમિયાન મૃત્યું
- બીગબીએ પોતાના બ્લોગમાં ઇમોશનલ મેસેજ લખ્યો
DON DIRECTOR DIES : બોલીવુડ (BOLLYWOOD) ના દિગ્ગજ દિગ્દર્શક ચંદ્ર બારોટ (DIRECTOR CHANDRA BAROT) હવે આ દુનિયામાં નથી રહ્યા. ચંદ્ર બારોટનું રવિવારે મુંબઈમાં 86 વર્ષની વયે અવસાન થયું. તેમની પત્ની દીપા બારોટે આ સમાચારની પુષ્ટિ કરી છે. ચંદ્ર બારોટ અમિતાભ બચ્ચનની (AMITABH BACHCHAN) 1978 ની કલ્ટ ક્લાસિક ફિલ્મ ડોનનું દિગ્દર્શન કરવા માટે જાણીતા છે. દિગ્દર્શકના નિધનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ વચ્ચે તેમની જ ફિલ્મ ડોનના અભિનેતા અમિતાભ બચ્ચને ચંદ્ર બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે...
ડોનના દિગ્દર્શક ચંદ્ર બારોટના નિધનના સમાચારથી અમિતાભ બચ્ચન ખૂબ જ દુઃખી છે. આ સ્થિતીમાં બિગ બી બારોટ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાથી પોતાને રોકી શક્યા નહીં. અમિતાભે પોતાના બ્લોગ પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો. તેમણે લખ્યું કે, 'બીજી એક દુઃખદ ક્ષણ... મારા પ્રિય મિત્ર અને 'ડોન'ના મારા દિગ્દર્શક, ચંદ્ર બારોટનું આજે સવારે અવસાન થયું... આ ખોટ શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે... અમે સાથે કામ કર્યું હતું, હા, પણ તે મારા માટે બીજા કોઈપણ સંબંધ કરતાં વધુ પારિવારિક મિત્ર હતા... હું ફક્ત પ્રાર્થના કરી શકું છું...'
બિગ બીની કારકિર્દીની સફળ ફિલ્મ
તમને જણાવી દઈએ કે, દિગ્દર્શક ચંદ્ર બારોટની ફિલ્મ ડોન અમિતાભ બચ્ચનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ આજે પણ પ્રખ્યાત છે. તાજેતરમાં ફરહાન અખ્તર આ ફિલ્મથી પ્રેરિત હતા, આ ફિલ્મને પ્રખ્યાત લેખક જોડી સલીમ-જાવેદ દ્વારા લખવામાં આવી હતી.
ફરહાન અખ્તરે પણ દુઃખ વ્યક્ત કર્યું
અમિતાભ બચ્ચન ઉપરાંત બોલિવૂડ અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરે પણ ચંદ્ર બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બારોટનો ફોટો શેર કરતા તેમણે લખ્યું, 'ઓજી ફિલ્મ ડોનના દિગ્દર્શક હવે રહ્યા નથી તે જાણીને દુઃખ થયું.' બારોટજીના આત્માને શાંતિ મળે. પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.
બારોટ આ બીમારીથી પીડાતા હતા
અહેવાલ મુજબ, ચંદ્ર બારોટના પત્ની દીપા બારોટે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું, 'તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડાતા હતા.' ગુરુ નાનક હોસ્પિટલમાં ડૉ. મનીષ શેટ્ટી બારોટની સારવાર કરી રહ્યા હતા.
આ પણ વાંચો ---- Don 3 માં કરણવીર મહેરા વિલન બનશે? રણવીર સિંહ અને કૃતિ સેનનની ફિલ્મમાંથી વિક્રાંત મેસીના નીકળવાથી થયો હોબાળો


