Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shahrukh Khan ને 'રિટાયર્ડ' થવાનું કહેનારને તેની જ ભાષામાં જવાબ મળ્યો

Shahrukh Khan : અભિનેતાએ કહ્યું, "હું દેશનો રાજા છું ! આટલા આદર અને જવાબદારી સાથે પ્રયાસ કરવો, આગળ વધવું અને મુશ્કેલ બની ગઈ છે !
shahrukh khan ને  રિટાયર્ડ  થવાનું કહેનારને તેની જ ભાષામાં જવાબ મળ્યો
Advertisement
  • શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર ફેન્સ માટે સવાલો લેવાના શરૂ કર્યા
  • જે લોકોએ તેને ઓછો ગણવાનો પ્રયાસ કર્યો, તેને તેવો જ જવાબ મળ્યો
  • સરાહના કરનાર ફેન્સને શાહરૂખે જવાબદારી પૂર્વક જવાબ આપ્યો

Shahrukh Khan : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Bollywood King Khan - Shahrukh Khan) તેની તિક્ષ્ણ બુદ્ધિ અને શાનદાર અભિનય માટે પ્રખ્યાત છે. આ અભિનેતા ઘણીવાર X (Twitter) પર તેના ચાહકો સાથે જોડાય છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે. આ દરમિયાન, તેઓ એવા યુઝર્સના પ્રશ્નોના જવાબ પણ આપે છે, જેઓ તેને ઓછો ગણવાનો પ્રયાસ કરે છે. પરંતુ હકીકતે શાહરૂખ ખાન તેની જવાબ આપવાની શૈલીથી દિલ જીતી લે છે. તાજેતરમાં શાહરૂખે ફરીથી X પર "Ask Me Anything" સેશન કર્યું હતું. આ દરમિયાન તેના જવાબોથી પ્રશ્નો પૂછનારા યુઝર્સને આશ્ચર્યમાં મુકી દીધા હતા.

નિવૃત્તિના પ્રશ્નનો જવાબ

તાજેતરમાં એક યુઝરે શાહરૂખ ખાનને (Shahrukh Khan Reply On Retirement) નિવૃત્તિ લેવા કહ્યું હતું. યુઝરે લખ્યું, "ભાઈ, હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, નિવૃત્તિ લઇ લો. બીજા લોકોને આગળ આવવા દો." આના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું, "ભાઈ, જ્યારે તમારા પ્રશ્નોની બાલિશતા દૂર થઈ જાય, ત્યારે કંઈક સારું પૂછો. ત્યાં સુધી કૃપા કરીને કામચલાઉ નિવૃત્તિમાં રહો."

Advertisement

રાષ્ટ્રીય પુરસ્કાર પર ખુશી

બીજા યુઝરે શાહરૂખ ખાનને (Shahrukh Khan Reply On National Award) પૂછ્યું કે, તેનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા પછી તેને કેવું લાગ્યું. આના જવાબમાં, અભિનેતાએ કહ્યું, "મને લાગે છે કે હું આ દેશનો રાજા છું ! આટલા આદર અને આટલી જવાબદારી સાથે પ્રયાસ કરવો, આગળ વધવું અને સખત મહેનત કરવી મુશ્કેલ બની ગઈ છે !" તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને પોતાના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. પરંતુ તેમણે આ રાષ્ટ્રીય પુરસ્કાર પહેલીવાર જીત્યો છે. તેમણે ફિલ્મ જવાનમાં શાનદાર અભિનય માટે આ પુરસ્કાર જીત્યો હતો.

Advertisement

ફિલ્મ કિંગ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન આ દિવસોમાં તેમની પુત્રી સાથે ફિલ્મ કિંગમાં વ્યસ્ત છે. પુત્રી સુહાના ખાન ઉપરાંત, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, બોબી દેઓલ, અરશદ વારસી સહિત ઘણા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે. શાહરૂખની ઈજાને કારણે શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. તે થોડા સમય પછી ફરીથી ફિલ્મ સેટ પર પહોંચશે.

આ પણ વાંચો ----- પ્રેમાનંદ મહારાજને કિડનીની ઓફર આપી રાજ કુન્દ્રા સલવાયો, લોકોએ PR સ્ટંટને વખોડ્યો

Tags :
Advertisement

.

×