Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan ના ખૈબર પખ્તુનખ્વાની શાળામાં બોમ્બ બ્લાસ્ટ, અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Pakistan : રમકડાના રૂપમાં રહેલા બોમ્બને બાળક શાળામાં લઈ આવ્યો, જમીન પર પડતાં જ થયો બ્લાસ્ટ
pakistan ના ખૈબર પખ્તુનખ્વાની શાળામાં બોમ્બ બ્લાસ્ટ  અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
Advertisement
  • Pakistan ના ખૈબર પખ્તુનખ્વાની શાળામાં બોમ્બ બ્લાસ્ટ પછી અફરાતફરી
  • રમકડાના રૂપમાં રહેલા બોમ્બને બાળક શાળામાં લઈ આવ્યો, જમીન પર પડતાં જ થયો બ્લાસ્ટ
  • ચાર વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ : પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વામાં એક ખાનગી શાળામાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ વિસ્ફોટમાં ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટના અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર જિલ્લાના જમરુદ તાલુકામાં બની છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ચોથા ધોરણના એક વિદ્યાર્થીને શાળાએ જતી વખતે રસ્તા પર રમકડા જેવો દેખાતો બોમ્બ મળ્યો હતો. તેણે બાળક રમકડૂં સમજીને પોતાની સાથે વર્ગખંડમાં લાવ્યો હતો. જ્યારે બાળકના હાથમાંથી રમકડૂં નીચે પડી જતાં બોમ્બ વિસ્ફોટ થયો હતો.

Advertisement

પેશાવર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Advertisement

બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક પેશાવર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. જોકે, બોમ્બ વધારે તીવત્તાવાળું નહોવાના કારણે વધારે જાનહાનિ થઈ નહતી. મળી રહેલી માહિતી અનુસાર, સારવાર હેઠળ રહેલા બાળકોને હોસ્પિટલે ડિસ્ચાર્જ પણ કરી દીધા છે.

સુરક્ષાકર્મચારીઓએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને આગળ કોઈપણ રીતની જાનહાનિ ન થાય તે માટે સંભવિત તમામ ખતરાઓની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય કેટલાક રમકડાં જેવા બોમ્બ મળ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. જે તમામ બોમ્બને નિષ્ક્રીય કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે, આવી ઘટનાઓ સ્થાનિક લોકો, ખાસ કરીને બાળકો સાથે વારંવાર ખતરો બનતી રહી છે. બાળકો મોટા ભાગે રમકડાંના રૂપમાં રહેલા બોમ્બને સમજી શકતાં નથી. તેથી આતંકીઓ તેનો ફાયદો ઉઠાવીને તેમને ટાર્ગેટ કરતાં રહે છે.

અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઘણા આદિવાસી વિસ્તારો લેન્ડમાઈનથી ભરેલા છે, અને ખુલ્લા ખેતરોમાં ઘણીવાર વિસ્ફોટ ન થયેલા વિસ્ફોટકો મળી આવે છે. ગયા ડિસેમ્બરમાં બાજૌર જિલ્લામાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં ચાર બાળકો માર્યા ગયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો- ભારતીય પોસ્ટના આધુનિકીકરણ અને નવીનતા તરફ પ્રયાણ, National Postal Week નું આયોજન

Tags :
Advertisement

.

×