Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોમ્બે હાઈકોર્ટે Yogi Adityanath ની બાયોપિક ફિલ્મને રિલીઝની આપી મંજૂરી

બોમ્બે હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanath ના જીવન પર આધારિત ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપતા કહ્યું કે ફિલ્મમાં કોઇ વાંધાજનક નથી
બોમ્બે હાઈકોર્ટે yogi adityanath ની બાયોપિક ફિલ્મને રિલીઝની આપી મંજૂરી
Advertisement

  • બોમ્બે હાઈકોર્ટે Yogi Adityanath ની બાયોપિક ફિલ્મને રિલીઝની મંજૂરી આપી
  • 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ફિલ્મને રિલીઝ કરવાની ને મંજૂરી આપી
  •   કોર્ટે  CBFCને આ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો નિર્દેશ આપ્યો

બોમ્બે હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત  અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપતા કહ્યું કે ફિલ્મમાં કોઇ વાંધાજનક નથી. ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની બેન્ચે સેન્સર બોર્ડને ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ને પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ ફિલ્મમાં કોઇ એડિટીંગ કરવાની જરૂર લાગતી નથી.

Yogi Adityanath ની બાયોપિક ફિલ્મને રિલીઝની મંજૂરી

નોંધનીય છે કે સોમવારે બોમ્બે હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ફિલ્મને રિલીઝ કરવાની ને મંજૂરી આપી છે. ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની બેન્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને આ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો નિર્દેશ આપ્યો, સાથે જ નોંધ્યું કે ફિલ્મમાં કોઈ સંપાદન કે કાપની જરૂર નથી, કારણ કે તેમાં કંઈ વાંધાજનક નથી.

Advertisement

Yogi Adityanath ની બાયોપિક ફિલ્મમાં વાંધાજનક કશું નથી. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ, જે 'ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર' પુસ્તકથી પ્રેરિત છે, તેને સેન્સર બોર્ડે અગાઉ પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો. બોર્ડે ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો પર વાંધો ઉઠાવ્યો હતો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટની માંગણી કરી હતી. આ ઉપરાંત, બોર્ડે ફિલ્મમાં સંપાદનની ભલામણ કરી હતી, જેનાથી નિર્માતાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.બેન્ચે ફિલ્મનું નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે તેમાં કંઈપણ વિવાદાસ્પદ કે વાંધાજનક નથી. કોર્ટે સેન્સર બોર્ડના સંપાદન અને કાપના આદેશને રદ કર્યો. ફિલ્મ નિર્માતાઓના વકીલ રવિ કદમ, એડવોકેટ સત્ય આનંદ અને નિખિલ આરાધેએ જણાવ્યું કે ફિલ્મમાં ત્રણ લાઇનનું ડિસ્ક્લેમર ઉમેરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે ફિલ્મ કાલ્પનિક છે અને વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. કોર્ટે આ ડિસ્ક્લેમરને સ્વીકારીને ફિલ્મને રિલીઝની મંજૂરી આપી. આ નિર્ણયથી ફિલ્મ નિર્માતાઓને રાહત મળી છે, અને ફિલ્મ હવે દર્શકો સુધી પહોંચવા માટે તૈયાર છે.

Advertisement

આ પણ વાંચો:   ગરીબ બાળકોને જમાડતા Honey Singh ને જોવા ચાહકોએ ટ્રાફીક જામ કર્યો

Tags :
Advertisement

.

×