ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Border-Gavaskar Trophy : ટીમ ઈન્ડિયાનાં બોલર્સનો દબદબો, ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 181 રનમાં સમેટાઈ

ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 181 રનમાં પેવેલિયન ભેગી કરી છે...
09:51 AM Jan 04, 2025 IST | Vipul Sen
ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 181 રનમાં પેવેલિયન ભેગી કરી છે...
Cricket_Gujarat_first 3
  1. સિડની ટેસ્ટનાં બીજા દિવસે ભારતીય બોલર્સનો દબદબો
  2. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ માત્ર 181 રનમાં સમેટાઈ
  3. સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3, બુમરાહ અને નીતિશ રેડ્ડીએ 2-2 વિકેટ લીધી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) અંતિમ ટેસ્ટનાં બીજા દિવસે ભારતીય બોલર્સનો મેદાનમાં દબદબો જોવા મળ્યો છે. ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 181 રનમાં પેવેલિયન ભેગી કરી છે અને મેચમાં શાનદાર વાપસી કરી છે. સિડની ટેસ્ટમાં પ્રથમ દાવમાં ભારતીય ટીમ માત્ર 185 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જો કે, હવે ટીમ ઈન્ડિયા 4 રનની લીડ મળી છે.

ભારતીય બોલર્સ સામે કાંગારૂ ટીમ ઢેર

સિડની ટેસ્ટમાં (Border-Gavaskar Trophy) ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ દાવને 181 રન પર જ સમેટી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ 39 નાં સ્કોર પર 4 બેટ્સમેન આઉટ થયા બાદ શાનદાર વાપસી કરી હતી. એક સમયે એવું લાગતું હતું કે તે ભારતનાં સ્કોરથી કાંગારુ ટીમ આગળ નીકળી જશે. જો કે, ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરીને ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો સ્કોર કરવાથી રોકી હતી અને કાંગારૂ ટીમનો પ્રથમ દાવમાં માત્ર 181 રન પર સમેટાઈ ગયો. ભારત તરફથી સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 જ્યારે બુમરાહ અને નીતિશ રેડ્ડીએ 2-2 વિકેટ લીધી છે.

આ પણ વાંચો - Sydney Test : એવું તો શું થયું કે બુમરાહ ચાલુ મેચમાં જ સ્ટેડિયમની બહાર જોવા મળ્યો...! Video

લંચ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 101/5 હતો

ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) ઉસ્માન ખ્વાજાને 2 રને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ત્યાર બાદ ભારતીય ટીમને ટૂંક જ સમયમાં બીજી સફળતા મળી, જ્યારે જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) માર્નસ લાબુશેનને (2) વિકેટકીપર રિષભ પંતનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) એક જ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને બે મોટા ઝટકા આપ્યા હતા. સિરાજે પહેલા સેમ કોન્સ્ટાસને (23) યશસ્વી જયસ્વાલનાં હાથે કેચ કરાવી આઉટ કર્યો હતો. ત્યારબાદ ખતરનાક બેટ્સમેન ટ્રેવિસ હેડ (4) પણ આઉટ થયો હતો. હેડ બીજી સ્લિપમાં કે.એલ. રાહુલનાં હાથે કેચ થયો હતો. આ પછી સ્ટીવ સ્મિથ અને નવોદિત બેઉ વેબસ્ટરે ઇનિંગ્સને આગળ ધપાવી અને 57 રનની ભાગીદારી કરી, પરંતુ બીજા દિવસે લંચ પહેલા સ્ટીવ સ્મિથ (33) પણ આઉટ થયો. પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને સ્લિપમાં કે.એલ. રાહુલનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. લંચ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 101/5 હતો.

આ પણ વાંચો - Rohit Sharma એ તોડ્યું મૌન, સંન્યાસ વિશે ખુલાસો કરીને ચાહકોના દિલ જીતી લીધા

બ્યુ વેબસ્ટરની ડેબ્યૂ ટેસ્ટમાં ફિફ્ટી

લંચ બાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ (Prasidh Krishna) એલેક્સ કેરીને બોલ્ડ કરીને બેઉ વેબસ્ટર સાથેની ભાગીદારી તોડી હતી. બંનેએ 41 રન ઉમેર્યા હતા. આ પછી પેટ કમિન્સ સારી બેટિંગ કરી રહ્યો હતો. નીતિશ કુમાર રેડ્ડીએ (Nitish Reddy) તેની વિકેટ લીધી હતી. દરમિયાન, બેવસ્ટરે તેની ડેબ્યૂ ટેસ્ટમાં તેની ફિફ્ટી પૂરી કરી. સ્ટાર્ક (1) પણ રેડ્ડીઝનો શિકાર બન્યો હતો. વેબસ્ટર 9 મી વિકેટ તરીકે પ્રશાંત કૃષ્ણાનો શિકાર બન્યો હતો. મોહમ્મદ સિરાજે બોલેન્ડને બોલ્ડ કર્યો હતો, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ 181 રનમાં સમેટાઈ છે.

આ પણ વાંચો - Border-Gavaskar Trophy : સિડનીમાં ભારતીય ફાસ્ટ બોલરોનો કહેર! ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

Tags :
border gavaskar trophyBreaking News In GujaratiCricket NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIndia vs AustraliaINDvsAUSJasprit BumrahLatest News In GujaratiMohammed SirajNews In Gujaratirishabh pantrohit sharmaSports NewsSteve SmithVirat Kohli
Next Article