Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંસક હુમલો કરનારા તોફાનીઓને શોધવા Botad Police એ બિનવારસી વાહનો કબજે લીધા, FIR માં ઈટાલિયા-ઈસુદાનના નામનો કર્યો ઉલ્લેખ

આપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ દરમિયાન Botad Police પર થયેલા હિંસક હુમલામાં કાવતરૂં રચીને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. AAP ના નેતા/હોદ્દેદારોની ઉશ્કેરણીના કારણે ટોળાએ ભારે પથ્થરમારો કરીને ડીવાયએસપી, પીઆઈ સહિત 4 પોલીસને ઈજા પહોંચાડી વાહનોમાં તોડફોડ કરી ભય ફેલાવ્યો હતો. આ મામલે બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે દોઢ ડઝન કલમો સાથેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હિંસક હુમલો કરનારા તોફાનીઓને શોધવા botad police એ બિનવારસી વાહનો કબજે લીધા  fir માં ઈટાલિયા ઈસુદાનના નામનો કર્યો ઉલ્લેખ
Advertisement

આપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ દરમિયાન Botad Police પર થયેલા હિંસક હુમલામાં કાવતરૂં રચીને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. AAP ના નેતા/હોદ્દેદારોની ઉશ્કેરણીના કારણે ટોળાએ ભારે પથ્થરમારો કરીને ડીવાયએસપી, પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી પોલીસના વાહનોમાં તોડફોડ કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ મામલે બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન (Paliyad Police Station Botad) ખાતે દોઢ ડઝન કલમો સાથેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. FIR ને જોતા ધરપકડ અને આરોપીઓનો આંકડો આગામી દિવસોમાં વધે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આપના નેતા/હોદ્દેદારની અગાઉ Botad Police કરી હતી અટકાયત

પાળીયાદ પોલીસ સ્ટેશનના PI P D Vanda એ નોંધાવેલી ફરિયાદમાં હિંસક હુમલાની અગાઉ શું-શું બન્યું તેનો ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં માર્કેટીંગ યાર્ડ (હડદડ-બોટાદ) ખાતે ખેડૂતો પાસેથી વેપારી દ્વારા ખરીદ કરાયેલા કપાસની ગુણવત્તાને લઈને વેપારી અને ખેડૂત વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેનો શરૂઆતમાં  ઉલ્લેખ કર્યો છે. આ વાયરલ વીડિયો મામલે અન્ય લોકોએ અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ કરપડા (Raju Karpada AAP) એ 10 ઑક્ટોબરના રોજ હડદડ ગામે જવાની જાહેરાત કરી હતી. હરાજી દરમિયાન રાજુ કરપડા અને આપના સ્થાનિક હોદ્દેદાર પરષોતમભાઈ રાઠોડ અને અન્ય કાર્યકર્તાઓએ સંબોધન કર્યું હતું. કપાસના ભાવમાં થતાં કડદા અંગે યાર્ડના ચેરમેન સામે મળતીયાઓને ઉશ્કેરી કપાસની હરાજી અટકાવી દીધી હતી. કપાસ જેવી અત્યંત જ્વલનશીલ જણસ ભરેલા વાહનો તથા ઢગલા પડેલા હોય માર્કેટિંગ યાર્ડના ચેરમેનની રજૂઆતના પગલે પોલીસે આપના નેતા/હોદ્દેદારને કામગીરીમાં અડચણરૂપ ન થવા સમજાવ્યા હતાં. આમ આદમી પાર્ટીના સમર્થિત લોકો તથા આગેવાનો સ્થળ ઉપર ધરણા સ્વરૂપે બેસી ગયા હતા. પોલીસ દ્વારા વારંવાર મંજૂરી વિના ધરણા ન કરવા સમજાવેલા તેમ છતાં રાજુ કરપડા તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા પ્રદર્શન બંધ ન થતા ગત 11 ઑક્ટોબરના રોજ તેઓની અટકાયત કરાઈ હતી. સક્ષમ અધિકારીની મંજૂરી વગર સભા રેલી ધરણાં પર નહીં બેસવાની બાંહેધરી આપતા કાયદેસરની કાર્યવાહી આપના નેતા સહિતના લોકોને  Botad Police એ મુક્ત કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Botad Police પર હડદડ ગામે હિંસક હુમલા બાદ આપના નેતાઓ, હોદ્દેદારો સહિત 85 સામે નામ જોગ ફરિયાદ, અનેકની ધરપકડ

Advertisement

Botad Police ની ફરિયાદમાં કયા-કયા નેતાઓનો ઉલ્લેખ

આમ આદમી પાર્ટીના હોદેદારો/આગેવાનો તથા કાર્યકરો દ્વારા અલગ અલગ સોશિયલ મીડીયાના માધ્યમથી 12 ઑક્ટોબર રવિવારના રોજ બપોરે 4 કલાકે બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે મહાપંચાયતનું આયોજન કરવાની જાહેરાત થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાન ઈસુદાન ગઢવી (Isudan Gadhavi) એ અલગ અલગ સોશિયલ મીડીયાના માધ્યમથી બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે મહાપંચાયતમાં ભાગ લેવા લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવાનું આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત પોલીસ વિરૂધ્ધ ઘર્ષણ કરવા ઉશ્કેરણીજનક વીડીયો સોશિયલ મીડિયા મારફતે લાઇવ કર્યો હતો. રાજુભાઈ કરપડા દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મહાપંચાયતમાં માર્કેટીંગ યાર્ડ, હડદડ, બોટાદ ખાતે મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓને હાજર રહેવા જણાવ્યું હતું. તેમજ પોલીસ વિરૂદ્ધ આક્ષેપો કરી ઉશ્કેરણીજનક શબ્દો/ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલભાઈ ઈટાલીયા (Gopal Italia) દ્વારા પણ સોશિયલ મીડીયામાં મહાપંચાયતમાં હાજર રહેવા કહેવાયું હતું.

આમ આદમી પાર્ટીએ રાજકીય મુદ્દો બનાવ્યો

 AAP Gujarat Leaders અને હોદ્દેદારોએ મહાપંચાયતમાં 5 લાખ કે તેથી વધુ માણસો આવનાર હોવાની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. મંજૂરી માગ્યા વિના યોજાનારા કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં તેવું કૃત્ય નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. રાજુભાઈ કરપડાએ અન્ય હોદ્દેદારો તથા આગેવાનો સાથે મળી પોતાના મળતીયાઓ તથા અન્ય સમર્થિત વ્યકિતઓને પૂર્વ આયોજીત રીતે અપીલ કરી આ બનાવને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. રવિવારે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હોવા છતાં રાજુભાઈ કરપડા, પરષોતમભાઈ, પ્રવીણભાઈ રામ (Pravin Ram AAP) તથા અન્ય આગેવાનો દ્વારા માર્કેટીંગ યાર્ડની નજીકમાં હડદડ ગ્રામ પંચાયતની પાસે આવેલા ચોકમાં પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે ખાનગીમાં પાર્ટીના કાર્યકર્તાઓને એકત્રિત કર્યા હતા. આપના સમર્થિત મળતીયાઓ સાથે મળી કોઇપણ પ્રકારે મોટી સંખ્યામાં હડદડ માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચી યાર્ડનો ઘેરાવ કરી ઉગ્ર ધરણા પ્રદર્શન તથા મહાપંચાયત કરવા માટે યોજના બનાવી હતી. જેમાં મહિપાલસિંહ ઝાલા, લાલજીભાઈ વાઘેલા, ભૂપતભાઈ જમોડ, અભિષેકભાઈ  સોલંકી, પરષોતમભાઈ રાઠોડ, રમેશભાઈ મેર, મહેન્દ્રભાઈ સાટીયા, કાનજીભાઈ વાળા, જીતેન્દ્રભાઈ જમોડ ઉર્ફે જીતો ગાંધી (હડદડ),બીજલભાઇ મેર (ગોરડકા), હંસરાજભાઈ જમોડ, ભગુભાઈ બોરીચા, હરેશભાઈ પટગીર (કુંડળ), સરલભાઈ મોરી, વિપુલભાઈ મેવાડા, ધનજીભાઈ ગોહિલ, રાજુભાઈ કીહલા (નાગલપર), દેવકરણભાઈ જોગરાણા અને રક્ષાબહેન રમેશભાઈ ચાવડા સામેલ હતા. "પોલીસ આપણી મહાપંચાયતને રોકવા માટે પ્રયત્ન કરશે પણ આપણે પોલીસના તાબે નહીં થવાનું અને મોરેમોરો આપવાનો છે. જેથી તમો પથ્થરો તથા ઇંટો તથા રેતીની બોટલ એકત્ર કરીને રાખો અને આપણે આજે પોલીસને સબક શીખવાડી દેવાનો છે. કોઇએ ડરવાનું નથી. પોલીસ આવે તો બે-પાંચ પોલીસને પાડી દઈ આખા રાજયમાં દાખલો બેસાડવાનો છે. તેમજ પોલીસના વાહનોને પણ મોટા મોટા પથ્થરો મારી તોડી પાડી સળગાવી દેવાના છે" તેવું કાવતરૂં ઘડ્યું હતું.

રાજુ કરપડા અને પ્રવીણ રામે લોકોને શું કહ્યું ?

Paliyad Police Station માં નોંધાયેલી ફરિયાદમાં આપના બંને આગેવાનાના શબ્દોને ટાંકવામાં આવ્યાં છે. રાજુભાઇ કરપડાએ સભા સંબોધન કરતા કહ્યું કે, “પોલીસને કહીએ છીએ કે, આજે હડદડ ગામમાં આવીને કોઇની સળી કરવાની કોશિષ નહીં કરતા બે દિવસ તમે જે ખેલ કર્યા આ ખેલ અમે જોયો છે. તમે વારંવાર વાદીની માફક એરૂ કાઢતા આજે અમે નોળીયા કાઢીશું.” આમ આદમી પાર્ટીના હોદ્દેદાર પ્રવીણ રામે સંબોધન કરતા કહ્યું કે, “પોલીસ એના ગમે તેટલાં ડબ્બા ઉતારવા હોય ઉતારી લે આખા ગુજરાતની પોલીસ ગામમાં નાંખવી હોય તો નાંખી દે. તમારે ઉભું થવાનું નથી. બાકી અમે બેઠા છીએ. તમારો વાળ પણ વાંકો થયો તો ગમે તેવું હશે અમે મોરેમોરો મારી દઇશું”

હિંસક હુમલાના કેસમાં કોની થશે ધરપકડ ?

પોલીસ અધિકારી/કર્મચારીઓ પર હિંસક હુમલો કરનારા તેમજ પોલીસના વાહનોમાં ભારે તોડફોડ કરવાના મામલામાં 65 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં Aam Aadmi Party Gujarat ના કેટલાંક નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિંસક હુમલા બાદ પોલીસ એકશનમાં આવતા કેટલાંક શખ્સો પોતાના ફોર વ્હીલર અને ટુ વ્હીલર બિનવારસી મુકીને ભાગી ગયાં છે. જે તમામ વાહનો બોટાદ જિલ્લા પોલીસે કબજે લઈને રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિકોની શોધખોળ આરંભી છે.

આ પણ વાંચો - ગુજરાતમાં 31 વિભાગો છતાં 58 ટકા RTI અરજી શહેરી વિકાસ, ગૃહ અને મહેસૂલમાં થઈ, માહિતી નહીં આપનારાઓ પાસેથી 1.07 કરોડનો દંડ વસૂલાયો

Tags :
Advertisement

.

×