Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટના ષડયંત્ર બદલ 27 વર્ષની જેલ

Jair Bolsonaro sentenced : 5 જજોની બેંચમાંથી બહુમતી જરૂરી, જસ્ટિસ એલેક્ઝાન્ડર ડી મોરેસ અને ફ્લેવિયો ડિનો એ આરોપોમાં દોષી ઠેરવ્યા
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટના ષડયંત્ર બદલ 27 વર્ષની જેલ
Advertisement
  • બ્રાઝીલની સુપ્રીમ કોર્ટનો ચોંકાવનારો ચુકાદો
  • તખ્તાપલટ કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિને 27 વર્ષની જેલની સજાનું એલાન
  • આ ચુકાદા સામે જેયલ બોલ્સોનારો અપીલ કરી શકે છે

Jair Bolsonaro sentenced : બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (Jair Bolsonaro sentenced) ને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારાઈ છે. સુપ્રીમ કોર્ટના 5 માંથી 4 ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાના દોષી (Coup Attampted Case - Brazil) ઠેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટએ તેમને જેલ સજા સંભળાવી છે. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષી માનવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું ષડયંત્ર ઘડવા, લોકશાહી કાયદો અને વ્યવસ્થાને હિંસક રીતે નાબૂદ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર ગુનાહિત સંગઠનમાં ભાગીદારી, ગંભીર નુકસાન પહોંચાડવું અને યાદીબદ્ધ વારસાના સ્થળોની દુર્દશા કરવા જેવા આરોપો સામેલ છે.

Advertisement

ગુરુવારે દોષી ઠેરવવા માટે પોતાના મત આપ્યા

સુપ્રીમ કોર્ટ 2 સપ્ટેમ્બરે કેસની સુનાવણી શરૂ કરી હતી, જેમાં દોષિત ઠેરવવા (Jair Bolsonaro sentenced) માટે 5 જજોની બેંચમાંથી બહુમતી જરૂરી હતી. જસ્ટિસ એલેક્ઝાન્ડર ડી મોરેસ અને ફ્લેવિયો ડિનો એ બોલ્સોનારોને આરોપોમાં દોષી ઠેરવ્યા, જ્યારે ન્યાયાધીશ લુઇઝ ફક્સે બુધવારે તેમને નિર્દોષ ગણાવવાના પક્ષમાં મત આપ્યો હતો. ન્યૂઝ એજન્સીની રિપોર્ટ મુજબ, જસ્ટિસ કારમેન લુસિયા અને ક્રિસ્ટિયાનો જાનિને ગુરુવારે તેમને દોષી ઠેરવવા માટે પોતાના મત આપ્યા હતા.

Advertisement

ઉમેદવારી અટકાવવાનું ષડયંત્ર ગણાવ્યું

પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (Jair Bolsonaro sentenced) ને સજા સામે પડકાર આપવાનો મોકો છે. તેઓ આ ચુકાદા સામે 11 જજોની સંપૂર્ણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. હાલ, 70 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ નજરકેદ હેઠળ છે. આ પરિસ્થિતિમાં તેઓ સુનાવણીના અંતિમ તબક્કામાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા ન્હોતા. તેમણે આને આદેશને 2026ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની ઉમેદવારી અટકાવવાનું ષડયંત્ર ગણાવ્યું હતું, જોકે તેમને પહેલાથી જ અન્ય આરોપોમાં જાહેર પદ માટે અયોગ્ય ઠેરવી દેવાયા છે. જેયર બોલ્સોનારો (Jair Bolsonaro sentenced) એ આ ચુકાદાને 'વિચ હન્ટ' ગણાવી હતી. તેમના આ નિવેદનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સમર્થન આપ્યું હતું, જેમણે બોલ્સોનારોના કેસના જવાબમાં બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. બોલ્સોનારોને દોષિત ઠેરવવાના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું હતું, "આ ખુબ જ આશ્ચર્યજનક છે.

આ પણ વાંચો ---- નેપાળમાં સુશીલા કાર્કી સંભાળશે કમાન, સ્પીકર-રાષ્ટ્રપતિની બેઠકમાં લેવાયો નિર્ણય

Tags :
Advertisement

.

×