નકલી વસ્તુઓનું પાટનગર બન્યું ગુજરાત, અહેવાલ વાંચીને માથું ભમી જશે
- જલારામ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા
- એન્ટરપ્રાઇઝમાંથી કુલ 74,640 રુપિયાનો મુદ્દામાલ જપ્ત
- પાલનપુરમાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે
Palanpur News : ગુજરાતમાંથી અવાર-નવાર એવા અહેવાલો સામે આવે છે કે, જેમાં હોટેલ, રેસ્ટોરેન્ટ અથવા કોઈ હોસ્ટલમાં ભોજનમાંથી જીવજંતુઓ મળી આવતી હોય. તો બીજી તરફ દરેક જિલ્લમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવે છે. ત્યારે અનેક એવી દુકાનો, હોટેલ અથવા રેસ્ટોરેન્ટ મળી આવે છે, જેઓ સામાન્ય લોકોના જીવ સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આવો વધુ એક કિસ્સો આપણી સામે આવ્યો છે.
એન્ટરપ્રાઇઝમાંથી કુલ 74,640 રુપિયાનો મુદ્દામાલ જપ્ત
મળતી માહિતી મુજબ, પાલનપુરમાં આવેલા ચડોતર ગામમાં 4 ડિસેમ્બરના રોજ જલારામ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે તપાસ કરતા અધિકારિઓને 89 કિગ્રા અમૂલ બ્રાન્ડનું નકલી ઘી મળ્યું હતું. તે ઉપરાંત તેની સાથે 53 કિગ્રા જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જોકે અહીંયા નકલી ધી બનાવવામાં આવતું હતું. બીજી તરફ પ્રકાશભાઇ અમૃતલાલ ગુર્જર આ ફૂટ લાયસન્સ વિના પેઢી ચલાવતા હતા. હાલમાં, આ એન્ટરપ્રાઇઝ પર સીલ લગાવવાં આવ્યું છે.
આ પણ વાંચો: હવે, સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ લેતા પહેલા આ વસ્તુ અચૂક સાથે રાખવી
પાલનપુરમાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે
અધિકારીઓએ જલારામ એન્ટરપ્રાઇઝને કોર્ટ દ્વારા 1 લાખ 25 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કારણ કે... જલારામ એન્ટરપ્રાઇઝના માલિક અન્ય કંપનીના નામનો ધીના ડબ્બા પર ઉપયોગ કરતા હતા. જોકે જલારામ એન્ટરપ્રાઇઝમાંથી કુલ 74,640 રુપિયાનો મુદ્દામાલ જપ્તા કરવામાં આવ્યો હતો. આ તપાસ બાદ પાલનપુરમાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ સાબિત થતા, તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: BZ Group નો ભાગેડુ Bhupendrasingh Zala એ આગોતરા જામીન માટે કરી અરજી