'Operation Sindoor', PAK સામે સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર PM મોદી આજે દેશને સંબોધિત કરશે
- PM મોદી આજે દેશને કરશે સંબોધન (Operation Sindoor)
- આજે રાત્રે 8 કલાકે દેશને સંબોધન કરશે PM મોદી
- દેશને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
- 'ઓપરેશન સિંદૂર' બાદ પ્રથમવખત દેશને કરશે સંબોધન
ભારત અને પાકિસ્તાન (IndiaPakistanWar2025) વચ્ચે શનિવારે યુદ્ધવિરામની (Ceasefire) જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ 'Operation Sindoor' અને પાકિસ્તાન સામે થયેલી સૈન્ય કાર્યવાહી અંગે ત્રણેય સેનાનાં DG ઓપરેશન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ (DGMO PC) કરીને માહિતી આપવામાં આવી છે. ત્યારે હવે 'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે. માહિતી અનુસાર, આજે રાતે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાષ્ટ્ર નામે સંદેશ આપશે.
આજે સાંજે 8 વાગે PM Modi કરશે દેશને સંબોધન | Gujarat First@narendramodi @PMOIndia #Operationsindoor #OperationSindoor2 #pmmodi #gujaratfirst pic.twitter.com/VMyDWSSu9A
— Gujarat First (@GujaratFirst) May 12, 2025
આ પણ વાંચો - DGMO PC : 'પાપનો ઘડો ભરાઈ ગયો હતો..!' આતંકીસ્તાન સામે ભારતીય સેનાનો હુંકાર
આજે રાતે 8 કલાકે પીએમ મોદીનું દેશને સંબોધન
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધવિરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે 'ઓપરેશન સિંદૂર' પછી પીએમ મોદી પહેલીવાર દેશવાસીઓને સીધા સંબોધિત કરશે. અગાઉ, 22 એપ્રિલનાં રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જ્યારે 26 નિર્દોષ લોકોની ક્રૂર હત્યા (Pahalgam Tarror Attack) કરવામાં આવી હતી ત્યાર બાદ ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટા પાયે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું.
આ પણ વાંચો - India Pakistan Ceasefire : ઓપરેશન સિંદૂર વચ્ચે, પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh
— ANI (@ANI) May 12, 2025
પાકિસ્તાનનાં કાયરતાપૂર્ણ હુમલાઓનો ભારતીય સેનાનો જવાબ
તાજેતરમાં, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) ઘણા આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને તેમનો નાશ કર્યો છે અને પાકિસ્તાનનાં કાયર હુમલાઓનો યોગ્ય જવાબ પણ આપ્યો છે. એક પછી એક બેઠકો યોજ્યા પછી અને પરિસ્થિતિ પર સતત નજર રાખ્યા બાદ હવે પીએમ મોદી દેશવાસીઓને સંબોધિત (PM Modi address Nation) કરવાના છે.
આ પણ વાંચો - Operation sindoor ની સમગ્ર ફળશ્રુતિને સમજો 12 સરળ મુદ્દામાં


