Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

British PM Keir Starmer ને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરારથી ઘણી આશા છે, PM Modi સાથે મુલાકાત પહેલાં FTA ને 'મોટી જીત' ગણાવી

સ્ટારમરે કહ્યું કે લગભગ 6 અબજ પાઉન્ડ (લગભગ રૂ. 63,000 કરોડ) ના રોકાણ અને વેપાર સોદાઓ પર સંમતિ સધાઈ છે
british pm keir starmer ને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરારથી ઘણી આશા છે  pm modi સાથે મુલાકાત પહેલાં fta ને  મોટી જીત  ગણાવી
Advertisement
  • સ્ટાર્મરે કહ્યું, 'ભારત સાથેનો આ ઐતિહાસિક વેપાર કરાર બ્રિટન માટે એક મોટી જીત
  • આ કરાર કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનો સસ્તા બનાવશે
  • બ્રિટનમાં ભારતીય કંપનીઓનું વિસ્તરણ અને બ્રિટિશ કંપનીઓને ભારતમાં નવી તકો મળશે

Free Trade Agreement: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે કહ્યું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો ઐતિહાસિક ફ્રી ટ્રેડ કરાર (Free Trade Agreement - FTA) રોજગાર અને આર્થિક વિકાસની દ્રષ્ટિએ બ્રિટન માટે એક મોટી જીત છે. આ કરાર કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનો સસ્તા બનાવશે કારણ કે તેમના પર લાદવામાં આવેલ કર (ટેરિફ) ઘટાડવામાં આવશે.

FTA થી કોને કેટલો ફાયદો થશે?

ગુરુવારે વડાપ્રધાન મોદી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો પહેલાં જારી કરાયેલા એક નિવેદનમાં, સ્ટારમરે કહ્યું કે લગભગ 6 અબજ પાઉન્ડ (લગભગ રૂ. 63,000 કરોડ) ના રોકાણ અને વેપાર સોદાઓ પર સંમતિ સધાઈ છે. આમાં બ્રિટનમાં ભારતીય કંપનીઓનું વિસ્તરણ અને બ્રિટિશ કંપનીઓને ભારતમાં નવી તકો મળવાનો સમાવેશ થાય છે. બંને નેતાઓ એક નવી વ્યાપક અને વ્યૂહાત્મક ભાગીદારી પર પણ હસ્તાક્ષર કરશે, જેમાં સંરક્ષણ, શિક્ષણ, આબોહવા, ટેકનોલોજી અને નવીનતા પર સહયોગ વધુ મજબૂત બનશે.

Advertisement

આ કરાર હજારો નોકરીઓનું સર્જન કરશે

સ્ટાર્મરે કહ્યું, 'ભારત સાથેનો આ ઐતિહાસિક વેપાર કરાર બ્રિટન માટે એક મોટી જીત છે. "તે હજારો નવી નોકરીઓનું સર્જન કરશે, વ્યવસાયો માટે નવી તકો ખોલશે અને દેશના દરેક ખૂણામાં વિકાસ લાવશે." તેમણે કહ્યું કે આનાથી મહેનતુ બ્રિટિશ લોકોના ખિસ્સામાં વધુ પૈસા આવશે અને જીવનનિર્વાહના ખર્ચમાં મદદ મળશે.

Advertisement

ટેરિફ ઘટશે, વેપાર વધશે

યુકેના વ્યાપાર અને વેપાર વિભાગ પ્રમાણે, ભારતમાં બ્રિટિશ ઉત્પાદનો પર સરેરાશ 15% કર ઘટાડીને માત્ર 3% કરવામાં આવશે. બ્રિટનથી ભારતમાં સોફ્ટ ડ્રિંક્સ, કોસ્મેટિક્સ, કાર, તબીબી ઉપકરણો જેવી વસ્તુઓ મોકલવાનું સરળ બનશે. વ્હિસ્કી પરનો ટેરિફ પહેલા 150% થી ઘટીને 75% થશે, પછી 10 વર્ષમાં 40% થશે. આનાથી બ્રિટિશ દારૂ ઉત્પાદકોને મોટો ફાયદો થશે. ભારત-યુકે કુલ વેપાર 2040 સુધીમાં 39% વધવાની ધારણા છે, એટલે કે 25.5 અબજ પાઉન્ડનો વધારો.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 24 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×