Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Impact of Gujarat First: જામનગર-કચ્છ માર્ગ પર તૂટેલી આળશની તાત્કાલિક મરામત કરાઇ,તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું

Impact Gujarat First: ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવતા આખરે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને આડશ રિપેરિંગની કામગીરી સત્વરે હાથ ધરી છે
impact of gujarat first  જામનગર કચ્છ માર્ગ પર તૂટેલી આળશની તાત્કાલિક મરામત કરાઇ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું
Advertisement
  • Impact of Gujarat First જામનગરમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ત્વરીત અસર
  • ગુજરાત ફર્સ્ટનો અહેવાલ રજૂ થતા જ તંત્ર આવ્યું હરકતમાં
  • જામનગર-કચ્છને જોડતા માર્ગ પર આડશ રિપેર કરાઈ
  • જાંબુડા પાટિયાથી જોડિયા રોડ વચ્ચે લટકતી હતી આડશ
  • મોટુ વાહન અથડાતા આડશ વચ્ચેથી તૂટી ગઈ હતી
  • ગુજરાત ફર્સ્ટે અહેવાલ થકી તંત્રને ઉંઘમાંથી જગાડ્યું!

જામનગરમાં તંત્રની લાપરવાહીનો વધુ એક ઉત્તમ નમુનો સામે આવ્યો છે. જામનગર-કચ્છને જોડતા ધોરી માર્ગ પર લોખંડની આડશનાં બે ટુકડા થતાં તે જોખમી બની છે. રાત્રે કોઈ મોટું વાહન અથડાતા આડશ વચ્ચેથી તૂટી ગઈ હતી. જો કે, આ તૂટેલી આડશ જોખમી સાબિત થાય અને કોઈ અકસ્માત સર્જાય તે પહેલા ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવતા આખરે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને આડશ રિપેરિંગની કામગીરી સત્વરે હાથ ધરી છે. મોટી દુર્ઘટના ટળી હતી  જેના લીધે નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Impact of Gujarat First  જામનગરમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ

નોંધનીય છે કે ગત રાત્રિએ જાંબુડા પાટિયાથી જોડિયા રોડ વચ્ચેના વિસ્તારમાંજર્જરિત પુલોને કારણે તંત્રે મોટા વાહનોને રોકવા માટે રસ્તાની બંને બાજુ લોખંડની આળશ લગાવી હતી. પરંતુ રાત્રે કોઈ મોટા વાહનની અથડામણથી આ આળશ વચ્ચેથી તૂટી ગઈ અને રસ્તાની મધ્યમાં લટકતી હાલતમાં રહી, જેનાથી અકસ્માતનું જોખમ વધી ગયું હતું. લટકતી આડશના લીધે મોટી હોનારાત સર્જાઇ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. જેને લઇને ગ્રામજનોમાં ભારે ચિંતા હતી પરતું આ લટકતી આળશના સમાચારને તરત ઉજાગર કરીને ગુજરાત ફર્સ્ટે બાખૂબી ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું જેના લીધે મોટી દુર્ઘટના ટળી ગઇ .

Advertisement

Impact of Gujarat First

ઉલ્લેખનીય છે કે ગુજરાત ફર્સ્ટે આ આડશના સમાચાર ઉજાગર કરતા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને આ આળશને રિપેરિંગના કામ કરવા પહોંચી ગયું હતું, અને રિપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યો હતો.હાલ તંત્રના આ કામથી નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટનો ખાસ આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો:   Obesity free Gujarat : ગુજરાતના ૧૦ લાખ નાગરિકોનું ૧૦-૧૦ કિ.લો વજન ઘટાડવાનો મહાસંકલ્પ

Tags :
Advertisement

.

×