BSNL Diwali Offer માં મેળવો અનલિમિટેડ કોલ, હાઇ-સ્પીડ ડેટા અને ઘણું બધું
- સરકારી કંપની શ્રેષ્ઠ ઓફર લઇને આવી
- દિવાળીમાં મળશે મફત ટેલિકોમ સુવિધાઓનો લાભ
- કંપનીની નવી સેવા સુવિધાનો ઉપયોગ કરવા માટે તુરંત નજીકના કેન્દ્રનો સંપર્ક કરો
BSNL Diwali Offer : ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ દિવાળીના અવસર પર નવા ગ્રાહકોને એક મહિનાના સમયગાળા માટે ફક્ત એક રૂપિયાના ટોકન શુલ્ક પર 4G મોબાઇલ સેવાઓ આપવાની ઓફર કરી છે. આ દિવાળી બોનાન્ઝા 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. આ સેવા-સુવિધાનો ગ્રાહકો બહોળા પ્રમાણમાં લાભ લે, અને ઓફરનો સમય પૂર્ણ થયા બાદ પણ કંપનીની સેવાઓ સાથે જોડાઇ રહે, તેવો આશાવાદ કંપનીના અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
Brighten your Diwali with unlimited calls, 2GB data/day & 100 SMS/day at just ₹1!
BSNL Diwali Bonanza Offer is here for new users only (15 Oct–15 Nov 2025).#BSNL #BSNLFestiveOffer #ConnectingBharat #Digitalindia #BSNLDiwaliBonanza pic.twitter.com/f8aOAtBxBV
— BSNL India (@BSNLCorporate) October 16, 2025
દિવાળી બોનાન્ઝા ઓફર
- અનલિમિટેડ વોઇસ કોલ (યોજનાના નિયમો અને શરતો અનુસાર)
- 2 GB/દિવસ હાઇ-સ્પીડ ડેટા
- 100 SMS/દિવસ
- નિઃશુલ્ક સિમ (દૂરસંચાર વિભાગના દિશાનિર્દેશો અનુસાર KYC સાથે)
દિવાળી બોનાન્ઝા ઓફર આ રીતે મેળવો
- BSNL ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) પર જાઓ
- માન્ય KYC દસ્તાવેજો સાથે રાખો
- દિવાળી બોનાન્ઝા પ્લાન માટે રજુઆત કરો
- KYC પૂર્ણ કરો અને તમારું નિઃશુલ્ક સિમ મેળવો
- ફોનમાં સિમ નાખો અને તેને સક્રિય કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો
- તમારા 30-દિવસના નિઃશુલ્ક લાભો સક્રિયકરણની તારીખથી શરૂ થઈ જશે.
- કોઇ પણ સહાયતા માટે 1800-180-1503 પર કોલ કરો અથવા bsnl.co.in ની મુલાકાત લો.
30 દિવસ બાદ પણ ગ્રાહકો જોડાઇ રહે તેવી આશા
ઉપરોક્ત ઓફરની જાહેરાત કરતાં BSNLના CMD એ. રોબર્ટ જે. રવિએ જણાવ્યું કે, BSNL એ તાજેતરમાં દેશભરમાં મેક-ઇન-ઇન્ડિયા, અદ્યતન 4G મોબાઇલ નેટવર્ક સ્થાપિત કર્યું છે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવી રહ્યું છે. દિવાળી બોનાન્ઝા પ્લાન—પ્રથમ 30 દિવસ માટે તદ્દન મફત સેવા શુલ્ક—ગ્રાહકોને અમારા સ્વદેશી રીતે વિકસિત 4G નેટવર્કનો અનુભવ કરવાની ગૌરવપૂર્ણ તક પ્રદાન કરે છે. અમને વિશ્વાસ છે કે સેવાની ગુણવત્તા, કવરેજ અને BSNL બ્રાન્ડ સાથે જોડાયેલો વિશ્વાસ ગ્રાહકોને મફત 30 દિવસના સમયગાળા પછી પણ અમારી સાથે જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો ---- ભારતનું 99% સોનું ક્યાંથી આવે છે? જાણો KGF સહિત દેશની મુખ્ય સોનાની ખાણો વિશે


