Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર રૂ. 251 માં 100 GB ઇન્ટરનેટ, મફત કોલ-SMS નો પ્લાન લેવા માટે છેલ્લી તક

BSNL એ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે રૂ. 251નો ખાસ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 28 દિવસની માન્યતા સાથે આવે છે. ગ્રાહકોને દરરોજ કુલ 100GB ડેટા અને 100 SMS સંદેશાઓ મળે છે, સાથે જ બધા નેટવર્ક પર અમર્યાદિત કોલ્સ પણ મળે છે. કિંમત અને માન્યતાને ધ્યાનમાં રાખીને, આ પ્લાનની દૈનિક કિંમત રૂ. 8.96 છે. જે તેને વધારે આકર્ષક અને લોકપ્રિય બનાવે છે.
માત્ર રૂ  251 માં 100 gb ઇન્ટરનેટ  મફત કોલ sms નો પ્લાન લેવા માટે છેલ્લી તક
Advertisement
  • સરકારી ટેલિકોમ કંપની ગ્રાહકો માટે લઇને આવ્યું આકર્ષક ઓફર
  • સસ્તામાં સારી સેવા-સુવિધા સાથેનો પ્લાન સમાપ્તિની નજીક પહોંચ્યો
  • ઓછા પૈસે વધારે લાભ ઇચ્છતા હોવ તો તુરંત પ્લાનમાં જોડાઇ જાઓ

BSNL Learners Plan : BSNL એ બાળ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો હતો, જેની કિંમત રૂ. 251 હતી. આ એક મર્યાદિત સમયગાળાનો પ્રીપેડ પ્લાન હતો, એટલે કેસ કંપનીએ તેને મર્યાદિત સમયગાળા માટે લોન્ચ કર્યો હતો. આજે આપણે આ પ્લાન વિશે ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે, આ ખાસ પ્લાન થોડા દિવસોમાં સમાપ્ત થવાનો છે. સૌથી સસ્તામાં ફ્રી ઇન્ટરનેટ, કોલ, મેસેજ સહિતની સુવિધાઓ આપતો આ પ્લાન ગમે તે વ્યક્તિને આકર્ષિત કરી શકે છે. પ્લાન સમાપ્તિમાં ગણતરીના દિવસો બાકી હોવાથી લાભ લેવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ જલ્દી નિર્ણય લેવો પડશે.

 

View this post on Instagram

 

A post shared by BSNLIndia (@bsnlcorporate)

BSNL ના રૂ. 251ના પ્લાનમાં આ સુવિધાઓ મળશે

BSNL એ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે રૂ. 251નો ખાસ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 28 દિવસની માન્યતા સાથે આવે છે. ગ્રાહકોને દરરોજ કુલ 100GB ડેટા અને 100 SMS સંદેશાઓ મળે છે, સાથે જ બધા નેટવર્ક પર અમર્યાદિત કોલ્સ પણ મળે છે. કિંમત અને માન્યતાને ધ્યાનમાં રાખીને, આ પ્લાનની દૈનિક કિંમત રૂ. 8.96 છે. જે તેને વધારે આકર્ષક અને લોકપ્રિય બનાવે છે.

Advertisement

અંતિમ તારીખ 13, ડિસેમ્બર

જો તમને ભારે ડેટાવાળા આ સસ્તા પ્લાનમાં રસ હોય, તો ઉતાવળ કરો, કારણ કે અંતિમ તારીખ નજીક છે. કંપનીએ જણાવ્યું હતું કે આ પ્લાન ફક્ત 13 ડિસેમ્બર સુધી જ ઉપલબ્ધ છે. તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અથવા નજીકની ઓફિસની મુલાકાત લઈને આ પ્લાનની વિગતો મેળવી શકો છો. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી સરકારની કંપની બીએસએનએલ ખાનગી કંપનીઓને જોરદાર ટક્કર આપી રહી છે. એટલું જ નહીં, સસ્તા અને સારી સુવિધાઓ વાળા પ્લાન લોન્ચ કરી રહી છે. જેના કારણે કંપનીમાં મોટી સંખ્યામાં નવા ગ્રાહકો જોડાયા હોવાનું સપાટી પર આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો -------  બ્રિટિશ કાળની કાદિયન-બિયાસ રેલ લાઇન ફરી શરૂ કરાશે, જાણો કેવું છે આયોજન

Tags :
Advertisement

.

×