Budget 2025 : બજારને પસંદ ન આવી ટેક્સ સંબંધિત જાહેરાત! તેજી બાદ અચાનક કડાકો
- નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ બિલની જાહેરાત કરી (Budget 2025)
- બજેટમાં નવા ટેક્સ બિલની જાહેરાત કરાઈ
- શેરબજાર તેજી સાથે ખુલ્યા બાદ અચાનક મોટો ઘટાડો
Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે (irmala Sitharaman) બજેટમાં નવા ટેક્સ બિલની જાહેરાત કરી છે, જે આવતા અઠવાડિયાથી અમલમાં આવશે. પરંતુ, શેરબજારને સરકારની આ જાહેરાત પસંદ ન આવી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, શેરબજાર તેજી સાથે ખુલ્યા બાદ અચાનક મોટો ઘટાડો થયો છે. આ લખાય ત્યાં સુધી નિફ્ટી 64 પોઈન્ટ ઘટીને 23,442 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 177 પોઈન્ટ ઘટીને 77,320 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો -Budget 2025 : મેડિકલ વિદ્યાર્થીઓને નિર્મલા સીતારમણે આપ્યા Good News, જાણો શું કરી જાહેરાત
દરમિયાન, BSE સેન્સેક્સનાં ટોચના 30 શેરોમાંથી, 9 શેરો સૌથી વધુ ઘટ્યા છે, જ્યારે બાકીનાં 21 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આમાં સૌથી વધુ વધારો ITC હોટેલ્સમાં જોવા મળ્યો, જેમાં લગભગ 2 ટકા સુધીનો વધારો થયો. તે જ સમયે, ટાઇટનના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. NSE ના ટોચના 50 શેરોમાં, ITC હોટેલ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, BEL, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતનાં શેરોમાં વધારા-ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યારે, ટોચના 50 NSE શેરોમાં, 23 શેર ઘટી રહ્યા છે, જેમાં HeroMotoCorp અને Wipro જેવા શેરનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રૂપના શેરમાં તેજીનું વલણ
શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે, અદાણી ગ્રુપના શેર પણ અન્ય શેરોની સાથે સારો દેખાવ કરી રહ્યા છે. લખાય ત્યાં સુધી અદાણી ગ્રુપના (Adani Group) શેરમાં, અદાણી પાવર લગભગ 2 ટકા, અદાણી ગ્રીન 2.25 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ 2.46% વધીને ટ્રેડ થઈ રહ્યા છે, અદાણી પોર્ટ, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મરના શેર પણ ઊંચા ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Kisan Credit Card: ખેડૂતોને 5 લાખની લોન તત્કાલ મળશે, વ્યાજ દર હશે ખુબ જ સસ્તો
આ શેરોમાં ઘટાડોનો ટ્રેન્ડ
ઘટતા શેરની વાત કરીએ તો, ફાઇવ સ્ટાર બિઝનેસમાં 5 ટકા, પેજ ઇન્ડસ્ટ્રીઝમાં 1 ટકા, ઇન્ડિયન બેંકમાં 1 ટકા, નાલ્કોમાં 2 ટકા અને હીરોમોટોકોર્પમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતો મુજબ, બજેટ રજૂ કરતી વખતે, HAL, BDL, BEL, MTAR, ડેટા પેટર્ન, પારસ ડિફેન્સ, GRSE, કોચીન અને મઝાગોન ડોકના શેર ફોકસમાં રહી શકે છે.
આ પણ વાંચો - Gold Price Today: બજેટના દિવસે સોનાના ભાવમાં ધરખમ વધારો, જાણો નવો ભાવ