Andhra Pradesh: 35 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 9 લોકોના મોત
- આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) વહેલી સવારે સર્જાયો મોટો અકસ્માત
- યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકી
- અકસ્માતમાં નવ લોકોના મોત, 22 લોકો ઘાયલ
- 35 મુસાફરો બસમા હતા સવાર, મોટા ભાગે મહિલાઓ અને બાળકો સામેલ
Bus Accident in Andhra Pradesh: અરુણાચલ પ્રદેશમાં (Andhra Pradesh) બસ અકસ્માતમાં 21 લોકોના મોત બાદ, આંધ્રપ્રદેશમાં બસ અકસ્માતમાં નવ લોકોના મોત થયાના અહેવાલ છે.મુસાફરોને લઈ જતી બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને ખીણમાં પડી ગઈ. એક રાહદારીએ પોલીસને જાણ કરી.ખીણમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Andhra Pradesh માં 35 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી
આંધ્રપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.જેમાં ચિત્તૂરમાં 35 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી ગઈ. અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક રાહદારીએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જનતા સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બસમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા સવાર
ASR જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ચિન્ટુરુ અને ભદ્રાચલમ વચ્ચેના ઘાટ રોડ પર એક બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને પલટી ગઈ. ઘાયલોને સારવાર માટે ભદ્રાચલમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરો ભદ્રાચલમ યાત્રાથી પરત ફરી રહ્યા હતા ત્યારે વળાંક લેતી વખતે બસનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પરથી બીજા રસ્તા પર ખીણમાં પડી ગઈ. આ બસમાં મોટાભાગના મુસાફરો મહિલાઓ અને બાળકો હતા.
આ પણ વાંચો: Myanmar Hospital Airstrike : જેટ ફાઇટરે હોસ્પિટલ પર બોમ્બ છોડ્યા, 34 લોકોના મોત


