BZ Group Scam : રોકાણકારોના રૂપિયા પર એજન્ટોનાં વિદેશમાં જલસા! વધુ એક Video વાઇરલ
- અરવલ્લીનાં BZ ગ્રૂપનાં એજન્ટોનો વીડિયો વાઇરલ (BZ Group Scam)
- બાલીમાં એજન્ટો રોકાણકોરાનાં રૂપિયે જલસા કરતા જોવા મળ્યા
- એજન્ટ મયુર દરજીનો BZ ની ભક્તિનો વીડિયો વાઇરલ
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ (BZ Group Scam) આચરનાર અરવલ્લીનાં BZ ગ્રૂપનાં એજન્ટોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રોકાણકારોનાં રૂપિયા પર BZ ગ્રૂપનાં એજન્ટો વિદેશ પ્રવાસ દરમિયાન મોંઘીદાટ હોટેલોમાં મોજ-મસ્તી કરતા વીડિયોમાં જોઈ શકાય છે. એજન્ટ મયુર દરજી અને અન્ય એજન્ટો દ્વારા BZ ગ્રૂપ અને તેના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભક્તિનો વીડિયો સામે આવતા રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ CID ક્રાઇમ દ્વારા એજન્ટ મયુર દરજીની (Mayur Darji) ધરપકડ કરાઈ હતી.
BZ Group Expose: Bali માં BZ ગ્રુપના એજન્ટો રોકાણકોરાના રૂપિયે જલસા કરતા જોવા મળ્યા । Gujarat First
-રોકાણકારોના રૂપિયા પર એજન્ટોએ કર્યા જલસા!
-Bali માં BZ ગ્રુપના એજન્ટો રોકાણકોરાના રૂપિયે જલસા કરતા જોવા મળ્યા
-વિદેશ પ્રવાસમાં એજન્ટોએ Bhupendrasinh Zala ની કરી ભક્તિ
-એજન્ટોની… pic.twitter.com/Fm2IqQgqsJ— Gujarat First (@GujaratFirst) December 4, 2024
આ પણ વાંચો - Rajkot : PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારીઓ 'ઘોડા વેચી' ને ઊંઘતા પકડાયા! જુઓ વાઇરલ Video
રોકાણકારોના રૂપિયા પર BZ ગ્રૂપનાં એજન્ટોનો જલસા!
ગુજરાતમાં રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપીને રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં ગ્રૂપનાં એજન્ટો ઓફિસો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જો કે, CID ક્રાઇમને (CID Crime) BZ ગ્રૂપનાં એજન્ટ મયુર દરજીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. મયુર દરજીને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો (Bhupendrasinh Jhala) નજીકનો માનવામાં આવે છે. મયુરની પૂછપરછમાં મસમોટા ખુલાસા થવાની વકી છે. દરમિયાન, મયુર દરજી સહિત અન્ય એજન્ટોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
BZ Group Expose: Aravalli ના BZ Group ના Agentsનો Video Viral | Gujarat First#sabarkantha #BZGroupScandal #FraudAlert #mayurdarji #ponzischemealert #bhupendrasinhzala #cidcrime #gujaratpolice #gujaratfirst #gujaratfirstlive pic.twitter.com/Q3ddfUxamP
— Gujarat First (@GujaratFirst) December 4, 2024
આ પણ વાંચો - Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકી સામેની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા!
એજન્ટ મયુર દરજી નો BZ ગ્રૂપ અને તેના માલિકની ભક્તિનો વીડિયો વાઇરલ
આ વાઇરલ વીડિયોમાં BZ ગ્રૂપનાં એજન્ટો વિદેશ પ્રવાસ દરમિયાન લક્ઝુરિયસ હોટેલમાં મોજશોખ કરતા નજરે પડી રહ્યા છે. રોકાણકારોનાં રૂપિયા પર વિદેશમાં જલતા કરતા BZ ગ્રૂપનાં એજન્ટો સામે રોકાણકારોમાં ભારે રોષ છે. વાઇરલ વીડિયોમાં (Viral Video) એજન્ટ મયુર દરજી BZ ગ્રૂપ અને તેના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભક્તિ કરતા પણ જોવા મળે છે. માહિતી અનુસાર, BZ ગ્રૂપનાં એજન્ટોનો આ વીડિયો બાલીનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં BZ થી વિદેશ પ્રવાસમાં આભાર માનતા એજન્ટો જોવા મળે છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને થેન્ક્યુ કહેતા સંભળાય છે. આ કેસમાં આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાની કરી ધરપકડ


