Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના રૂપિયાથી ખરીદી કરોડોની પ્રોપર્ટી, વાંચો અહેવાલ

વર્ષ 2023 થી અત્યાર સુધીમાં કરોડોની અલગ-અલગ સ્થળે 30 વીઘા જમીનની ખરીદી કરવામાં આવી છે.
bz group scam   મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના રૂપિયાથી ખરીદી કરોડોની પ્રોપર્ટી  વાંચો અહેવાલ
Advertisement
  1. BZ ગ્રૂપનાં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કસાશે ગાળિયો (BZ Group Scam)
  2. મોડાસામાંથી CID ક્રાઈમે મહાઠગની પ્રોપર્ટીની વિગતો મેળવી
  3. રોકાણકારોનાં રૂપિયાથી ભૂપેન્દ્ર ઝાલાએ કરોડોની સંપત્તિઓ ખરીદી

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે CID ક્રાઈમે તપાસ તેજ કરી છે. મોડાસામાંથી (Modasa) CID ક્રાઈમે મહાઠગની પ્રોપર્ટીની વિગતો મેળવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડાસા સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનાં ડેટા એકત્ર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોનાં રૂપિયાથી કરોડોની મિલકત ખરીદી હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો - Surat Police માં મોટા ફેરફાર! એક સાથે 12 PI ની બદલી કરાઈ, વાંચો સંપૂર્ણ લિસ્ટ

Advertisement

ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોની તપાસમાં CID ક્રાઈમ મોડાસા પહોંચ્યું

રાજ્યમાં રોકાણકારોનાં કરોડો રૂપિયા ચાઉં કરનાર BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) પર ગાળિયો કસાશે. માહિતી અનુસાર, કૌભાંડની તપાસ હેઠળ CID ક્રાઈમ મોડાસા પહોંચ્યું હતું અને ત્યાં સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસસિંહ ઝાલાની મિલકતો સંબંધિત ડેટા એકત્ર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમે (CID Crime) ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. સાથે જ BZ ની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે પણ મૌખિક સૂચના અપાઈ છે. CID ક્રાઈમની તપાસ અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોડાસા તાલુકામાં અત્યારસુધી 5 સંપત્તિઓની ખરીદી કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ટ્રાફિક નિયમો ભંગ કર્યાં તો સમજો ગયા! રિક્ષાચાલકો માટે પણ મહત્ત્વની સૂચના

રોકાણકારોનાં રૂપિયે 30 વીઘા જમીનની ખરીદી કરી!

માહિતી મુજબ, વર્ષ 2023 થી અત્યાર સુધીમાં કરોડોની અલગ-અલગ સ્થળે 30 વીઘા જમીનની પણ ખરીદી કરવામાં આવી છે. સાકરિયા (Sakariya) પાસે 3 જગ્યા , લિંભોઇ, સજાપુર પાસે એક-એક જગ્યાની ખરીદી કરાઈ છે. સાકરિયામાં બાનાખત કરીને 3 કરોડમાં 9 વીઘા જમીન ખરીદી હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે, અરવલ્લી (Aravalli) જિલ્લાનાં અન્ય તાલુકાઓમાંથી પણ મિલકતોની વિગત બહાર આવી શકે છે. રોકાણકારોનાં કરોડો રૂપિયાથી ભૂપેન્દ્રસિંહે પોતાનાં નામે સંપત્તિઓ ખરીદી હતી. આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

આ પણ વાંચો - BZ Group Scam : શિક્ષક એજન્ટની દાદાગીરી! કહ્યું- પોલીસ-CID ખિસ્સામાં લઈને..!

Tags :
Advertisement

.

×