BZ Group ના ચક્રવ્યૂહમાં ક્રિકેટરો પણ ફસાયા, કરોડોનું રોકાણ કરી પછતાયા
- BZ Group માં ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું હતું
- તમામ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
- તમામ રોકાણકારોના નાણા પરત કરવામાં આવશે
BZ Group Scam : BZ Group માં વધુ એક મોટો પર્દાફાશ થયો છે. તાજેતરમાં સીઆડીની તપાસમાં BZ Group માં રોકારણકર્તા તરીકે અનેક ક્રિકેટરોનું પણ નામ સામે આવ્યું છે. જોકે આ જાણીને સૌ લોકો ચોંકી ગયા છે. તો 2 લાખથી 1-2 કરોડ રૂપિયા સુધીનું ક્રિકેટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હોય, તેવી માહિતી મળી છે. ત્યારે આ મામલે CID ક્રાઇમ દ્વારા આ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત સીઆઈડીએ એક નિવદેન જાહેર કર્યું છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈપણ વ્યક્તિ BZ Group સાથે જોડાયેલી કોઈપણ માહિતી વિશે કે પછી ઘટનાઓ વિશે જાણતું હોય, તો તુરંત પોલીસમાં અથવા સીઆઈડીની ઓફીસે આવીને જાણ કરી શકે છે. તેમને તમામ પ્રકાની સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.
તમામ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
મળતી માહિતી મુજબ, તાજેતરમાં સીઆઈડીએ જણાવ્યું છે કે, BZ Group માં ક્રિકેટરો પણ રોકાણ કરતા હતા. ત્યારે આ ક્રિકટરો વિરુદ્ધ અને રોકાણના સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત BZ Group ના માલિક Bhupendrasinh Zala ને અનેક રીતે રાજ્યના અનેક શિક્ષકો દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. ત્યારે CID ક્રાઇમના રાજકુમાર પાંડિયને જણાવ્યું છે કે, તમામ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જોકે BZ Group ના Bhupendrasinh Zala એ 3 વર્ષમાં ગેરનીતિ કરીને 22 મિલકતો વસાવી હતી. હાલમાં, Bhupendrasinh Zala ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મંદિર પાસેથી મળ્યો દલિત યુવકનો મૃતદેહ, ધોરાજીમાં દલિત સમાજનો વિદ્રોહ
તમામ રોકાણકારોના નાણા પરત કરવામાં આવશે
તે ઉપરાંત CID ક્રાઇમના રાજકુમાર પાંડિયને જણાવ્યું છે કે, તમામ રોકાણકારોના નાણા પરત કરવામાં આવશે. પરંતુ લોકોએ આગળ આવીને BZ Group ના Bhupendrasinh Zala વિરુદ્ધ પુરાવો રજૂ કરવા જોઈએ. BZ Group ના Bhupendrasinh Zala વિશે કોઈપણ માહિતી જાણતા હોય, તો પોલીસને અચૂક જાણ કરવી જોઈએ. જોકે BZ Group ના Bhupendrasinh Jhala દ્વારા બીટકોઈનમાં પણ રોકાણ કરવામાં આવ્યું છે. હાલમાં, તમામ પ્રયાસો BZ Group ના Bhupendrasinh Zala ને પકડી પાડવા માટે થઈ રહ્યા છે.
આ પણ વાંચો: BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના રૂપિયાથી ખરીદી કરોડોની પ્રોપર્ટી, વાંચો અહેવાલ


