BZ GROUP ના કેસમાં સંડોવાયેલા શિક્ષકો વિરુદ્ધ શિક્ષણ વિભાગની તવાઈ
- Teachers પાસેથી અહેવાલ મગાવવામાં આવ્યા
- ગ્રામ્પ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે
- સચોટ અહેવાલ રજૂ કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ
BZ GROUP Scam : BZ GROUP Scam માં રાજ્ય સહિત દેશના અનેક ખ્યાતનામ વ્યક્તિઓના રોકાણ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે BZ GROUP દ્વારા એક શાળા તૈયાર કરવામાં આવી હતી. જોકે આ શાળાના માધ્યમથી BZ GROUP નો કૌભાંડી અને ભાગેડુ Bhupendrasingh Zala રોકાણકારોના પૈસાથી જલસા કરતા હતો. તે ઉપરાંત આ કૌભાંડના રાજ્યના અનેક Teachers સામેલ હોવાનો પણ અહેવાલ સામે આવ્યો છે. ત્યારે Bhupendrasingh Zala ની શાળામાં કામ કરતા અને સામેલ અન્ય Teachers વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા આકરા પગલા લેવાની શરૂઆક કરવામાં આવી છે.
Teachers પાસેથી અહેવાલ મગાવવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, શિક્ષણ વિભાગે Bhupendrasingh Zala અને BZ GROUP સાથે સંકળાયેલા તમામ Teachers વિરુદ્ધ તવાઈ હાથ ધરી છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ Teachers પાસેથી અહેવાલ મગાવવામાં આવ્યા છે. તે ઉપરાંત તાજેતરમાં જે Teachersના વીડિયો વાયરલ થયા હતા, તેને તુરંત હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત આ તમામ Teachers વિદેશ કયા હેતુથી ગયા હતા અને શાળાઓમાં કયા કરાણો દર્શાવીને તેઓ રજાઓ માણવા માટે આ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ગયા હતા. કારણ કે... રાજાઓમાં વિદેશ જવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: રવિ કૃષિ મહોત્સવ 2024 નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, 2.5 લાખ ખેડૂતો ભાગ લેશે
સચોટ અહેવાલ રજૂ કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ
આ મામલે તમામ શાળાના શિક્ષણાધિકારીઓને તમામ માહિતી અંગ સચોટ અહેવાલ રજૂ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ જાહેર કર્યો છે. તે ઉપરાંત આ પ્રવાસનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું, તે અંગે પોલીસને તપાસ હાથ ધરવાનું સૂચન પાઠવવામાં આવ્યું છે. જોકે હાલમાં, આ કેસમાં નજરે આવેલા તમામ Teachersએ પોતાના ફોન સ્વીચ ઓફ કરી દીધા છે. તે ઉપરાંત મોટાભાગના Teachers પોતાના નિવાસસ્થાને પણ નથી.
ગ્રામ્પ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે
તો બીજી તરફ BZ GROUP ના માલિક અને ભાગેડૂ Bhupendrasingh Zala એ તાજેતરમાં ગ્રામ્પ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. પરંતુ કોર્ટ દ્વારા તેની અરજીને નામંજૂર કરવામાં આવી છે. તે ઉપરાંત આ BZ GROUP ના કેસમાં અનેક ક્રિકટોએ પણ રોકાણ કર્યું હોય, તેવા પુરાવો મળી આવ્યા છે. ત્યારે આ તરફ પણ સીઆઈડીએ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: આરોપીઓના સ્વાગપાણી કરતા Police Inspector ને કરાયા સસ્પેન્ડ


