આજથી ભારતમાં CAA ના નિયમો લાગુ, જાણો વિપક્ષના નેતાઓએ શું કહ્યું?
CAA: ગૃહ મંત્રાલયએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારે આ નિયમો લાગું કરવામાં માટે ચાર વર્ષ રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે તેને અમલમાં મુકી દેવામાં આવ્યું છે. CAA ને લઈને અત્યારે ઘણા નેતાઓ વિરોધ પણ કરી રહ્યાં છે. અત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમત બેનર્જી, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ કર્યો છે. કેરળના સીએમ પિનરાઈ વિજયને સ્પષ્ટ કહ્યું કે, તેઓ આ કાયદાને તેમના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. તે જ સમયે, સપા પ્રમુખ અખિલેશ યાદવથી લઈને કોંગ્રેસના દિગ્વિજય સિંહે તેનો વિરોધ કર્યો હતો. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ CAAનો વિરોધ કરતા ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા.
અમારા રાજ્યમાં આ લાગું નથી થાય: કેરળના સીએમ
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને નાગરિક સુધારો અધિનિયમને સાંપ્રદાયિક રીતે વિભાજનકારી કાયદો ગણાવ્યો હતો. આ સાથે સાથે તેમણે કહ્યું હતું કે,‘તેને કોઈપણ સંજોગોમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે નહીં’. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે, જ્યારે દેશના નાગરિકો આજીવિકા માટે બહાર જવા માટે મજબૂર છે, તો અન્ય લોકો માટે નાગરિકતા કાયદો લાવીને શું થશે? ભાજપની વિચલિત કરવાની રાજનીતિની રમત જનતા હવે સમજી ગઈ છે. ભાજપ સરકારે સમજાવવું જોઈએ કે તેમના 10 વર્ષના શાસન દરમિયાન લાખો નાગરિકોએ દેશની નાગરિકતા કેમ છોડી દીધી? કાલે ગમે તે થાય, 'ઇલેક્ટોરલ બોન્ડ'નો હિસાબ આપવો પડશે અને પછી 'કેર ફંડ'નો પણ.
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ કર્યો વિરોધ
આ સાથે સાથે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ સરકાર પર આક્ષેપો કર્યાં છે. દિગ્વિજય સિંહે પૂછ્યું કે, ‘CAA લાગુ કરવામાં આટલો વિલંબ કેમ થયો? જો વિલંબ થયો હોય તો ચૂંટણી પછી તેનો અમલ કરવામાં શું વાંધો હતો? તમેણે કહ્યું કે, ‘તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય દરેક મુદ્દાને હિંદુ-મુસ્લિમમાં ફેરવવાનો છે. બંધારણ હેઠળ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. જો કોઈ કાયદો એમ કહે છે કે 'કોણ ધર્મના આધારે નાગરિક બની શકે છે અને કોણ નહીં', તો તે બંધારણ મુજબ યોગ્ય નથી.’
અસદુદ્દીન ઓવૈસીએ CAA ને લઈને કરી આ વાત
અસદુદ્દીન ઓવૈસીએ આ કાયદાને લઈને કહ્યું કે, તમે ઘટનાક્રમ સમજો છો. પહેલા ચૂંટણીની મોસમ આવશે, પછી CAA નિયમ આવશે. અમારો વિરોધ સીએએને લઈને સમાન છે. આ એક વિભાજનકારી કાયદો છે, જેનો હેતુ મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવાનો છે. તમે ગમે તેટલા અત્યાચાર ગુજારતા હોવ, તેને નાગરિકતા આપો પરંતુ ધર્મના આધારે આવું ન કરો. સરકારે સમજાવવું જોઈએ કે તેણે આ કાયદો શા માટે પાંચ વર્ષ સુધી પેન્ડિંગ રાખ્યો. હવે તેનો અમલ કેમ થઈ રહ્યો છે? જો આપણે NRC (નેશનલ રજિસ્ટ્રાર ઑફ સિટિઝન્સ) અને CAAને એકસાથે જોઈએ તો તેનો હેતુ માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવાનો છે. તેનો બીજો કોઈ હેતુ નથી. આના વિરોધમાં અગાઉ જે ભારતીયો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની પાસે ફરી બહાર આવીને પ્રદર્શન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
જાણો પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રીએ શું કહ્યું?
જો પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ‘ભારતમાં જે પણ લોકો છે તે બધા જ નાગરિકો છે. આ નવો કાયદો કોઈને પણ પોતાના અધિકારોથી વંચિત નહીં રાખે અને જો રાખશે તો હું તેનો વિરોધ કરીશ. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા કોઈ પણ પ્રકારની હિંસા ના થવી જોઈએ. રમઝાન પહેલા આજનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? મમતા બેનર્જીએ કહ્યું કે, નવી સાંજ શરૂ થાય તે પહેલા હું તમને કહું છું કે અડધી રાત્રે આવું કંઈ ન કરો, આ અડધી રાત્રે આઝાદી નથી. આ ભાજપની છેતરપિંડી છે અને જો અમારામાં હિંમત હોત તો અમે 6 મહિના પહેલા કરી દીધું હોત.’