Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Canada Immigration : અંગ્રેજીને બાજુ પર મુકીને ફ્રેન્ચ બોલનારાઓને કેનેડામાં ઉષ્માભેર આવકાર

Canada Immigration : એક્સપર્ટે જણાવ્યું કે, કેનાડામાં આવતા કામદારોની સંખ્યા પર લગામ કસવા માટે સરકાર દ્વારા પ્રાથમિકતા બદલવામાં આવી છે
canada immigration   અંગ્રેજીને બાજુ પર મુકીને ફ્રેન્ચ બોલનારાઓને કેનેડામાં ઉષ્માભેર આવકાર
Advertisement
  • સરકારે ફ્રેન્ચના જાણકાર લોકોને વસાવવા લક્ષ્ય રાખ્યું
  • લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી નિર્ણયો લેવાયા
  • ટ્રુડો બાદ નવા આવેલા પ્રધાનમંત્રીએ લક્ષ્ય વધાર્યું

Canada Immigration : હાલ વિદેશમાં ભણવા તેમજ વ્યવસાય અર્થે જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વિદેશમાં લોકપ્રિય દેશો પૈકી એક કેનેડા (Love For Canada) છે. વિદેશમાં જવા ઇચ્છુક ભારતીયોનું અંગ્રેજી સારૂ હોવું (Indian With Good English Skills) જોઇએ, તેવો વણલખ્યો નિયમ છે. પરંતુ આ નિયમ કેનેડા માટે હવે કારગર નહીં રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જો તમારૂ અંગ્રેજી સારૂ હોય તો તમે કેનેડા જઇ શકો છો, અથવા તમને પ્રાથમિકતા મળશે તેવું માનતા હોવ તો થોભી જજો. હવે કેનેડામાં અંગ્રેજી કરતા અન્ય ભાષામાં પાવરધા હોય તેવા લોકોને પ્રાથમિકતા અપાઇ રહી છે.

Advertisement

ફ્રેન્ચ ભાષાના જાણકારને પ્રાથમિકતા

ઇમીગ્રેશન એક્સપર્ટે જણાવ્યું કે, કેનાડામાં આવતા વિદેશી કામદારોની સંખ્યા પર લગામ કસવા માટે સરકાર દ્વારા પ્રાથમિકતા બદલવામાં આવી છે. હવે કેનેડાની સરકાર અંગ્રેજીની જગ્યાએ ફ્રેન્ચ ભાષાના જાણકારને (Canada Priority To French Known Immigrant) પ્રાથમિકતા આપી રહી છે. તેઓ ક્વિબેક રાજ્યની બહાર ક્યાં પણ સ્થાઇ થઇ શકે તેવી વ્યવસ્થા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ભાષા શીખવાનું શરૂ કરી દેવું જોઇએ

કેનેડામાં સત્તાવાર રીતે જોવા જઇએ તો અંગ્રેજી અને ફ્રેન્ચ બે ભાષા છે. હાલમાં અંગ્રેજી બોલતા ઇમીગ્રન્ટ્સ પર લગામ કસવામાં આવી છે. આ સમયે ફ્રેન્ચ ભાષાના જાણકાર (Canada Priority To French Known Immigrant) લોકોને સરળતાથી આવકાર મળી રહ્યો છે. આ જોતા કેનેડામાં સ્થાયી થવા ઇચ્છુક લોકોએ આજથી જ ફ્રેન્ચ ભાષા શીખવાનું શરૂ કરી દેવું જોઇએ.

સરકાર અત્યારથી જ પગલાં ભરી રહી છે

સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધા માર કાર્નેએ નવું લક્ષ્ય જાહેર કર્યું છે. વર્ષ 2029 સુધીમાં ક્વિબેક રાજ્યની બહાર રહેતા 12 ટકા કાયમી રહેવાસીઓ ફ્રેન્ચ બોલતા (Canada Priority To French Known Immigrant) હોવાનો લક્ષ્યાંક છે. તેને સિદ્ધ કરવા માટે સરકાર અત્યારથી જ પગલાં ભરી રહી છે. વર્ષ 2022 માં માત્ર 4.4 ટકા જ લોકો ફ્રેન્ચ બોલતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારોમાં તેની અસર વધુ વર્તાશે

સમગ્ર મામલે ફેડરેશન ડેસ કોમ્યુનિટીઝ ફ્રાન્કોફોન્સ એટ એકેડિએન ડુ કેનેડા'ના પ્રમુખ લિયાન રોયે જણાવ્યું કે, ઘણા ફ્રેન્ચ બોલતા (Canada Priority To French Known Immigrant) સમુદાયો લુપ્ત થઈ શકે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેની અસર વધુ વર્તાશે. તેમણે ચેતવણી આપી કે, વધુ ફ્રેન્ચ બોલતા કામદારો વિના, અનેક રાજ્યોમાં શ્રમિકોની અછત ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો ----- હવે Donald Trump 5.5 કરોડ વિઝાધારકોને બળજબરી દેશ નિકાલના બહાનાની શોધમાં!

Tags :
Advertisement

.

×