કેનેડા અમેરિકા પર કરશે હુમલો! ટ્રુડો સરકારના સહયોગીએ ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી
- જગમીત સિંહે કહ્યું કે, ટ્રમ્પ જે ભાષામાં વાત કરશે તેમાં જ તેમને જવાબ મળશે
- અમે ગર્વ છે કે અમે કેનેડિયન નાગરિકો છીએ અમારે અમેરિકન નથી બનવું
- ટ્રમ્પ ઇચ્છે તો કેનેડાનો દરેક નાગરિક યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે
ટોરંટો: જગમીત સિંહે ડોનાલ્ડ ટ્રમ્પને કેનેડા પર દાવા અંગે આકરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, કેનેડા વેચવા માટે નથી અને જો ટ્રમ્પ યુદ્ધનો નિર્ણય કરે છે તો તેને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.
ટ્રુડોની સહયોગી પાર્ટી છે એનડીપી
કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સહયોગી અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના નેતા જગમીત સિંહે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. સાથે ટ્રમ્પને ચેતવણી પણ આપી હતી.
આ પણ વાંચો : LIVE: Maha kumbh 2025 Live : મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો, 1 કરોડ શ્રદ્ધાળુઓનું શાહી સ્નાન
ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી
સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં તેમણે કહ્યું કે, મારી પાસે ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક સંદેશ છે. અમારો દેશ કેનેડા વેચાણ માટે નથી. ન અત્યારે કે ન ભવિષ્યમાં. હું આ દેશના દરેક ખુણે ફર્યો છું. હું કહી શકું છું કે, કેનેડાના લોકોને પોતાની જાત પર ગર્વ છે. અમે પોતાના દેશ પર ગર્વ કરીએ છીએ. અમે તેને બચાવવા માટે લડવા માટે પણ તૈયાર છીએ.
I have a message for Donald Trump.
We're good neighbours.
But, if you pick a fight with Canada - there will be a price to pay. pic.twitter.com/o60c4qIyza
— Jagmeet Singh (@theJagmeetSingh) January 12, 2025
જગમીતસિંહે કહ્યું કે, જંગલની લડાઇથી લડવાની નોબત આવી કેનેડાના લોકો તમને બતાવી દેશે કે તેઓ કોણ છે. અમે પાડોશીની મદદ કરી. જો ડોનાલ્ડ ટ્રમ્પ અને લડવાનો નિર્ણય કરે છે કે તેઓએ તેની કિંમત ચુકવવી પડશે. જો ડોનાલ્ડ ટ્રમ્પ અમારા પર ટેક્સ લગાવશે તો અમે પણ તેમના પર કર લગાવીને જવાબ આપીશું.
આ પણ વાંચો : જામનગરનો પિરોટન ટાપુ ગેરકાયદે અતિક્રમણથી મુક્ત થયો: Harsh Sanghavi
કેનેડાને અમેરિકાનું 51 મું રાજ્ય બનાવવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક એવા નિવેદન આપ્યા જેના કારણે વિવાદ પેદા થઇ ગયો છે. તેમણે કહ્યું કે, તેઓ કેનેડાને અમેરિકાનું 51 મું રાજ્ય બનાવવા માંગે છે. ટ્રમ્પે ડિસેમ્બરની શરૂઆતમાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુફ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે, અનેક કેનેડિયન લોકો ઇચ્છે છે કે, કેનેડા અમેરિકાનું 51 મું રાજ્ય બને.
ટ્રમ્પે કેનેડાને અમેરિકાનો હિસ્સો ગણાવ્યો હતો
ટ્રમ્પે ક્રિસમસ પર કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવાથી થનારા ફાયદા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ટેક્સમાં 60 ટકાનો ઘટાડો થશે. વ્યાપાર તુરંત જ બમણો થઇ જશે. સૈન્ય સુરક્ષા મળશે. આટલા ફાયદા વિશ્વના કોઇ પણ અન્ય દેશને નહીં મળે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ પણ ટ્રમ્પે એકવાર ફરીથી કહ્યું કે, જો કેનેડાનો અમેરિકામાં વિલય થાય છે તો કોઇ ટૈરિફ નહીં હોય. ટેક્સ ખુબ જ ઓછો હશે. તેઓ રશિયા અને ચીની જહાજોના ખતરાથી પણ સુરક્ષીત રહેશે. તેઓ સતતતેમને ઘેરી રહ્યા છે.
આ પણ વાંચો : Kutch: ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ


