Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડાના જંગલો ભીષણ આગની ઝપેટમાં, દમ ન્યૂયોર્કનો નીકળવા લાગ્યો

કેનેડાના જંગલોમાં લાગેલી ભયંકર આગના કારણે ન્યૂયોર્કમાં ઝેરીલો ધૂમાડો ફરી વળ્યો છે. ન્યૂયોર્કમાં ધૂમાડાની પીળી ચાદર જોવા મળી રહી છે. જેને એપોકૈલિપ્ટિક સ્મોગ પણ કહેવામાં આવે છે. ધૂમાડાના કારણે કેનેડા અને ન્યૂયોર્કના લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દીધુ છે. કેનેડા...
કેનેડાના જંગલો ભીષણ આગની ઝપેટમાં  દમ ન્યૂયોર્કનો નીકળવા લાગ્યો
Advertisement

કેનેડાના જંગલોમાં લાગેલી ભયંકર આગના કારણે ન્યૂયોર્કમાં ઝેરીલો ધૂમાડો ફરી વળ્યો છે. ન્યૂયોર્કમાં ધૂમાડાની પીળી ચાદર જોવા મળી રહી છે. જેને એપોકૈલિપ્ટિક સ્મોગ પણ કહેવામાં આવે છે. ધૂમાડાના કારણે કેનેડા અને ન્યૂયોર્કના લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દીધુ છે. કેનેડા સાથે જોડાયેલા રાજ્યોમાં આ ધૂમાડો ફરી વળ્યો છે. ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર કૈથી હોચુલે તેને ઈમરજન્સી સંકટ કહ્યું જે આવનારા દિવસો સુધી જોવા મળી શકે છે. ન્યૂયોર્ક શહેરના સ્વાસ્થ્ય આયુક્ત અસવિન વાસને કહ્યું કે ન્યૂયોર્ક 1960ના દાયકાથી પોતાની સૌથી ખરાબ વાયુ ગુણવત્તાનો અનુભવ કરી રહ્યો છે.

Advertisement

કેનેડાના જંગલોમાં લાગેલી આગના ધૂમાડાએ બુધવારે ન્યૂયોર્કને રેકોર્ડ બ્રેકિંગ એપોકૈલિપ્ટિક સ્મોગથી ઢાંકી દીધુ. જંગલમાં લાગેલી આગના કારણે હજારો લોકોએ પોતાના ઘરો પણ ખાલી કરવા પડ્યા છે.

Advertisement

ધૂમાડાના કારણે કેનેડા અને ન્યૂયોર્કના લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દીધુ છે. કેનેડા સાથે જોડાયેલા રાજ્યોમાં આ ધૂમાડો ફેલાયો છે. ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર કૈથી હોચુલે તેને ઈમરજન્સી સંકટ ગણાવ્યું.

કેનેડાના જંગલની વિનાશકારી આગે 20000થી વધુ લોકોને વિસ્થાપિત કરી દીધા. લગબગ 3.8 મિલિયન હેક્ટર જમીનને બાળી મૂકી. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડામાં અત્યાર સુધીની સૌથી ભીષણ જંગલની આગની મૌસમ છે

સ્થાનિક નેતા ફ્રેંકોઈસ લેગોલ્ટે કહ્યું કે કેનેડામાં 11000થી વધુ સ્થાનિક લોકોને પહેલેથી જ ક્યૂબેક પ્રાંતથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. જે હવે આફતનું કેન્દ્ર છે. બુધવાર વધુ કાઢવામાં આવનાર છે.

બિગ એપ્પલના મેયરે લોકોને ઘરની અંદર જ રહેવાનો આગ્રહ કર્યો. કારણ કે પ્રદૂષણની મોટી ચાદર મેનહટ્ટનની પ્રસિદ્ધ ગગનચુંબી ઈમારતો પર ફેલાયેલી છે. ન્યૂયોર્ક શહેરના પબ્લિક સ્કૂલો પણ બંધ કરી દેવાઈ છે.

Tags :
Advertisement

.

×