Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડા સરકારે લીધો મોટો નિર્ણય, લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

કેનેડાના સુરક્ષા મંત્રી ગેરી આનંદાસાંગરીએ સોમવારે ભારતીય મૂળની ગુનાહિત LawrenceBishnoi ગેંગને સત્તાવાર રીતે 'આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરી છે
કેનેડા સરકારે લીધો મોટો નિર્ણય  લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું
Advertisement
  • કેનેડા સરકારે LawrenceBishnoi ગેંગને લઇને લીધો  મોટો નિર્ણય લીધો છે
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે 'આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરી
  • કેનેડિયન સરકાર હવે આ ગેંગની સંપત્તિ, વાહનો અને ભંડોળ જપ્ત અથવા ફ્રીઝ કરી શકશે

ભારત સાથેના સંબંધોમાં સુધારાના સંકેતો વચ્ચે કેનેડા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેનેડાના સુરક્ષા મંત્રી ગેરી આનંદાસાંગરીએ સોમવારે ભારતીય મૂળની ગુનાહિત ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે 'આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરી છે. સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ ગેંગ એક ટ્રાન્સનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન છે, જે "ખાસ કરીને ડાયસ્પોરા સમુદાયોને નિશાન બનાવીને ડર અને ધમકીનો માહોલ" બનાવે છે. આ ગેંગ હત્યા, ગોળીબાર અને ખંડણી દ્વારા આતંક ફેલાવે છે. આ પગલું કન્ઝર્વેટિવ અને એનડીપી સહિતના કેનેડિયન રાજકારણીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગ પછી લેવામાં આવ્યું છે.

કેનેડા સરકારે LawrenceBishnoi ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

નોંધનીય છે કે આ નવા પદનામની સીધી અસર એ થશે કે કેનેડિયન સરકાર હવે આ ગેંગની સંપત્તિ, વાહનો અને ભંડોળ જપ્ત અથવા ફ્રીઝ કરી શકશે. એટલું જ નહીં, તે કાયદા અમલીકરણ એજન્સીઓને આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત કેસો ચલાવવા માટે મજબૂત સાધનો પ્રદાન કરશે, અને ઇમિગ્રેશન અધિકારીઓને ગેંગ સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોને કેનેડામાં પ્રવેશતા અટકાવવાનો અધિકાર મળશે.

Advertisement

LawrenceBishnoi ગેંગને આતંકી સંગઠન જાહેર કરતા ભારત-કેનેડા સંબધ સુધરશે

જોકે, આ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં વિવાદો પણ જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે RCMP એ ભારત પર બિશ્નોઈ ગેંગનો ઉપયોગ ખાલિસ્તાન સમર્થક કેનેડિયન નાગરિકોને નિશાન બનાવીને હત્યા અને ખંડણી માટે કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ દાવાઓને સખત રીતે નકારી કાઢ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે પોતે આ ગેંગના કેનેડામાં થતા ગેરકાયદેસર નાણાકીય પ્રવાહને રોકવા માટે ઓટાવા સાથે કામ કરી રહ્યું છે. જોકે, આ અંગે સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ગવર્નન્સ ઇનોવેશનના સિનિયર ફેલો વેસ્લી વાર્કે અગાઉ ચેતવણી આપી હતી કે માત્ર સૂચિબદ્ધ કરવાથી ગેંગ પર અંકુશ આવવાની શક્યતા ઓછી છે, કારણ કે કેનેડાની મુખ્ય સમસ્યા ગુનાહિત ગુપ્ત માહિતી એકઠી કરવાની ક્ષમતાનો અભાવ છે.

Advertisement

આ પણ વાંચો: PoKમાં પાકિસ્તાન સરકાર સામે હિંસક વિરોધ પ્રદર્શન, બે લોકોના મોત, 22થી વધુ ઘાયલ

Tags :
Advertisement

.

×