Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફક્ત 3 સેકન્ડમાં જ ગાડીના ભૂક્કા બોલી ગયા, 2 વ્યક્તિના મોત, VIdeo

વરસાદના કારણે નાગાલેન્ડમાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. અહીં ભૂસ્ખલન દરમિયાન નેશનલ હાઈવે 29 પર કેટલાક મોટા પથ્થરો પડ્યા હતા, જેના કારણે બે લોકોના મોત થયા...
ફક્ત 3 સેકન્ડમાં જ ગાડીના ભૂક્કા બોલી ગયા  2 વ્યક્તિના મોત  video
Advertisement

વરસાદના કારણે નાગાલેન્ડમાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. અહીં ભૂસ્ખલન દરમિયાન નેશનલ હાઈવે 29 પર કેટલાક મોટા પથ્થરો પડ્યા હતા, જેના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી.

નેશનલ હાઈવે 29 પર ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં નેશનલ હાઈવે પર પાર્ક કરાયેલા વાહનો પર કેટલાક પત્થરો પડ્યા હતા, જેના કારણે થોડી જ ક્ષણોમાં વાહનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો .જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સિવાય કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. તેને કાઢવાનો પ્રયાસ ચાલુ હતો. આ સમગ્ર ઘટના વાહનની અંદર લાગેલા ડેશ કેમમાં રેકોર્ડ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાઈવે પર કેટલાક વાહનો ટ્રાફિકમાં ઉભા હતા. ત્યારે જ ઉપરથી મોટા પથ્થરો પડે છે. એક પથ્થર એટલો મોટો હતો કે તે એક કારને સંપૂર્ણપણે ચપટી કરી નાખે છે, જ્યારે બીજી કાર તે પથ્થર સાથે અથડાવાને કારણે પલટી ગઈ હતી. બીજી તરફ, બીજો પથ્થર આગળ પાર્ક કરેલા વાહનને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : હરિદ્વારમાં કાવડ યાત્રામાં જોવા મળ્યો કલિયુગનો શ્રવણ, VIdeo Viral

Tags :
Advertisement

.

×