અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 મજૂરોના મોતના મામલામાં Ajanta Energy સામે ગુનો નોંધાયો
Ajanta Energy : મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગત ગુરૂવારે 3 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ (Anjata Hydropower Plant) માં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ અચાનક વધતા સમ્પમાં બ્લાસ્ટ થયા બાદ પાંચ મજૂરો ગુમ થઈ ગયા હતા. સતત 50 કલાક સુધી જિલ્લા કલેક્ટર અર્પિત સાગર (Arpit Sagar) અને પોલીસ વડા સફીન હસન (Safin Hasan) ની હાજરીમાં લાપતા મજૂરોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યાં છે. બીજી તરફ લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં Ajanta Energy કંપની અને જવાબદારો સામે લાપરવાહીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા ઉર્ફે જયસુખ પટેલ તેમજ તેમના પરિવારના પાંચ સભ્યો સહિત 6 જણા અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર્સ છે.
Ajanta Energy કંપની ચલાવે છે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ
Ajanta Oreva Group ના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ મહિસાગર જિલ્લામાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ચલાવી રહી છે. મહિસાગર જિલ્લામાં તાત્રોલી ગામ પાસે Ajanta Energy કંપનીનો પ્રોજેક્ટ ઘણાં સમયથી ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં કામ કરી રહેલાં 15 મજૂરો પૈકી 10 મજૂરો ગત ગુરૂવારે પાણીનો અચાનક પ્રવાહ આવતા 100 ઊંડા સમ્પમાંથી તરીને બહાર આવી ગયા હતા. જ્યારે 5 મજૂરો પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અન મજૂરોને શોધી કાઢવા પ્રયાસ શરૂ કર્યો હતો.
Ajanta Energy કંપનીને કેમ બનાવી આરોપી ?
અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં સર્જાયેલી બેદરકારીના કારણે મજૂરોના મોત નિપજ્યા છે અને આ કારણથી જ લુણાવાડા તાલુકા પોલીસે (Lunawada Taluka Police Station) જવાબદારો સામે ગુનો નોંધ્યો છે. લુણાવાડા તાલુકા પોલીસે Ajanta Energy કંપની અને તેનું સંચાલન કરવા માટે જવાબાદાર ગણાતા શખ્સો સામે કેસ નોંધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજંતા એનર્જી પ્રા.લી. કંપનીએ બે જુદાજુદા કામો માટે પેટા કોન્ટ્રાક્ટ આપ્યા છે.
આ પણ વાંચો -ડીજીપીનો આદેશ છતાં વિવાદિત ડાયરેક્ટ PIને એસપી Rohan Anand છાવરતા હતા, દારૂ ચોરીકાંડમાં કરાઈ કાર્યવાહી
મજૂરોના મૃતદેહ શોધવામાં 50 કલાક લાગ્યા
100 ફૂટ ઊંડા કુવામાં ગત ગુરૂવારે અચાનક જ બ્લાસ્ટ થયા બાદ કડાણા ડેમમાંથી છોડાયેલું પાણી ભારે વેગથી ધસી આવ્યું હતું. 5 મજૂરો લાપતા થતાં તેમને શોધવા લુણાવાણા અને વડોદરા ફાયરબ્રિગેડની ટીમો દોડી આવી હતી. આ ઉપરાંત SDRF અને NDRF ની ટીમ દોડી આવી હતી. ઑઈલ અને ગંદકીથી ખદબદતા પાણીમાં ભારે પ્રયાસો બાદ શનિવારે સાંજે 5 મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઑપરેશનમાં સિંચાઈ વિભાગના ડેમમાં કામ કરતા ડીપ ડાઈવર્સ (Irrigation Department Deep Divers) ની ભૂમિકા વિશેષ રહી હતી.
મોરબી પુલકાંડ બાદ ફરી Jaysukh Patel આવ્યા ચર્ચામાં
મોરબી ઝૂલતા પુલકાંડ (Morbi Hanging Bridge) માં જવાબદાર મુખ્ય આરોપી જયસુખ પટેલ (Jaysukh Patel) 14 મહિનાનો જેલવાસ ભોગવી ચૂક્યાં છે. 30 ઑક્ટોબર 2022ના રોજ પુલ તૂટવાની દુઃખદ ઘટનામાં 136 લોકોના મોતને ભેટ્યા હતાં. સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માંથી જામીન મેળવવામાં નિષ્ફળ રહેલાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે માર્ચ-2024માં શરતી જામીન આપ્યા હતા. જયસુખ પટેલ મૃતકોના પરિવારજનોને અદાલતના આદેશ બાદ કરોડો રૂપિયા ચૂકવ્યાં છે. અત્રે નોંધનીય છે કે, હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાતા અજંતા એનર્જી કંપનીએ 25-25 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી દીધી છે.