સાવધાન! કફ સિરપથી જોખમ, MP અને રાજસ્થાનમાં 7 માસૂમે જીવ ગુમાવ્યા,સેમ્પલ લેબમાં મોકલાયા!
- મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં Cough Syrup ને લઇને આવ્યા મોટા સમાચાર
- કફ સિરપના પીવાથી સાત બાળકોના મોત થયા છે
- રોગ્ય પ્રશાસને કેટલાક કફ સિરપ પર સઘન તપાસ શરૂ કરી દીધી છે
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોતના મોટા સમાચાર સામે આવ્યા છે. બાળકો કફ સિરપ પીતા બીમાર પડવાના અને મૃત્યુના વધતા કેસો સામે આવ્યા છે. આ કારણથી આરોગ્ય પ્રશાસને કેટલાક કફ સિરપ પર સઘન તપાસ શરૂ કરી દીધી છે અને તેના પર વિતરણ અન ઉપયોગ પર હાલ પ્રતિંબંધ મૂક્યો છે. મુખ્યત્વે Dextromethorphan Hydrobromide સિરપ પર શંકા છે, કારણ કે આ સિરપ લીધા પછી જ અનેક બાળકો બીમાર પડ્યા હતા અને તેમના મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે.
Cough Syrup ના પીવાથી સાત બાળકોના મોત થયા
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં નેશનલ સેન્ટર ફોર ડિજીઝ કંટ્રોલ (NCDC) ની એક કેન્દ્રીય ટીમે સિરપના સેમ્પલ એકઠા કર્યા છે. રાજસ્થાનમાં પણ આવા જ કેસ સામે આવ્યા બાદ શંકાસ્પદ સિરપના બેચનું વિતરણ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યું છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.રાજસ્થાનના સીકર જિલ્લામાં પાંચ વર્ષના એક બાળકના મૃત્યુ અને ભરતપુરમાં ત્રણ વર્ષના બાળક ગંભીર રીતે બીમાર પડવાની ઘટના સામે આવી છે. આ બાળકોને મુખ્યમંત્રી મફત દવા યોજના હેઠળ આ સિરપ આપવામાં આવ્યું હતું. છિંદવાડામાં પણ ગયા મહિને છ બાળકોના મોત થયા હતા, જેમાં કિડની ઇન્ફેક્શન પાછળ સિરપના સેવનનો સંદેહ વ્યક્ત કરાયો છે. પ્રશાસને તરત જ ColdRif અને Nextro-DS સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે.
Cough Syrup પર હાલ આરોગ્ય વિભાગે વિતરણ અને ઉપયોગ પર રોક લગાવી
પ્રારંભિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ શંકાસ્પદ સિરપ બાળકો માટે યોગ્ય નહોતું. અસરગ્રસ્ત તમામ બાળકો ચાર વર્ષથી નાના હતા, જ્યારે આ સિરપ મુખ્યત્વે પુખ્ત વયના લોકો માટે બનાવાયેલું છે.રાજસ્થાનમાં ફરિયાદ મળ્યા બાદ RMSCL દ્વારા KL-25/147 અને KL-25/148 બેચની તપાસ શરૂ કરવામાં આવી છે અને હવે કાયસન્સ ફાર્માના તમામ બેચનું વિતરણ સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યું છે. રાજ્ય ડ્રગ કંટ્રોલર અજય ફાટકેએ જણાવ્યું કે બાળકોમાં બીમારીના કેસ આવ્યા બાદ Dextromethorphan Hydrobromide સિરપનું વિતરણ તાત્કાલિક બંધ કરી દેવાયું છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બાળકોને ડોક્ટરની સલાહ વિના કોઈપણ સિરપ કે દવા ન આપવી જોઈએ. NCDC દ્વારા તમામ સેમ્પલ રાજ્ય ડ્રગ ટેસ્ટિંગ લેબ્સને મોકલી દેવાયા છે. તપાસના પરિણામો આવ્યા બાદ રાજ્ય અને કેન્દ્રીય પ્રશાસન આગળની કાર્યવાહી કરશે અને જાહેર આરોગ્ય યોજનાઓના ગુણવત્તા નિયંત્રણ તંત્રની સમીક્ષા પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઇઝરાયેલે ગાઝા ખાલી કરવાનો આપ્યો આદેશ, જો ખાલી નહીં કરો તો હમાસના ગણાશો સમર્થક


