Ramnavami: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી, શ્રીરામને કરાયો વિશેષ શણગાર
- રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી કરાઈ
- CM એ રામજી મંદિરે આરતી અને દર્શન કર્યા
- રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામને કરાયો વિશેષ શણગાર કરાયો
CM ભગવાન રામની પૂજા અર્ચના કરી
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે રામનવમીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ આજે ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ અમદાવાદમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ મેમનગર ખાતે આવેલા રામજી મંદિર ખાતે આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ આરતી બાદ અન્ય કાર્યકર્તાના ઘરે શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. આજે રામનવમી અને ભાજપનો સ્થાપના દિવસ પણ છે.
અમદાવાદના કાલુપુરમાં રામનવમીની ઉજવણી
અમદાવાદના કાલુપુરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. હાજા પટેલની પોળમાં પ્રાચીન મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામના 600 વર્ષ જૂના મંદિરના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. ગુજરાત ફર્સ્ટની ટીમ 600 વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં પહોંચી હતી. તેમજ ભગવાન શ્રી રામ પદ્માસન અવસ્થામાં બિરાજમાન છે. હાજા પટેલની પોળમાં શ્રી રામનું સ્વયંભૂ મંદિર છે. ભગવાન શ્રી રામની કસોટી પથ્થરમાંથી બનાવેલ મૂર્તિ છે. રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો.
વસ્ત્રાલ ખાતે રામ મંદિરમાં વિશેષ આરતી પૂજા કરાઈ
આજે રામનવમી ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમનાં દિવસે રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન રામનું ગુજરાતનું સૌથી મોટુ મંદિર અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલું છે. જ્યાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રામ મંદિર અયોધ્યા સ્વરૂપ વસ્ત્રાલના રામ મંદિરમાં ભક્તો મર્યાદા પુરૂષોત્તમના દર્શને ઉમટ્યા હતા. આજે રામનવમીનાં દિવસે મંદિર ખાતે વિશેષ પૂજા તેમજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 થી 11 વિશેષ પૂજા અને 12 વાગ્યે રામ જન્મ થાય ત્યારે વિશે, આરતી કરવામાં આવશે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના જીવન ચારિત્રથી શીખ લઈ આજના દિવસે સૌ ભક્તોએ દર્શન કરી ભગવાનનાં સંસ્કાર પોતાનામાં ઉતરે તે ભાવથી દર્શન કરશે. અદભૂત રામ મંદિર અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલું છે. અહીં અયોધયાથી લાવેલ અખંડ જ્યોત પણ લાવવામાં આવી છે. રામ મંદિર અયોધ્યા જેવી જ અનુભૂતિ કરતા આ મંદિરની વિશેષતાઓ અને કળા કૃતિ અને મંદિર જોવા મળ્યું છે.
![]()
શહેર ભાજપ દ્વારા રામ નવમીની ઉજવણી
અમદાવાદ શહેર ભાજપ દ્વારા રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. શહેર પ્રમુખ અમિત શાહે રામ મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ પાલડી ખાતે કાર્યકરો સાથે રામ મંદિરમાં દર્શન કર્યા હતા. રામ મંદિરનાં દર્શન બાદ કાર્યકરો સાથે રેલી યોજી હતી. તેમજ વેજલપુરમાં ધારાસભ્ય અમિત ઠાકરે પણ ઉજવણી કરી હતી. તેમજ કાર્યકર્તાઓ સાથે ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી રેલી યોજી હતી.
સાબરમતીના ધારાસભ્યએ ભગવાન રામનાં આર્શીવાદ મેળવ્યા
અમદાવાદના રાણીપ ખાતે પણ ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે. રામનવમી અને બીજેપીના સ્થાપના દિન નિમિત્તે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ દ્વારા રામ નવમી અને ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાણીપ કાશીબા રોડ ખાતે આવેલા રામ મંદિરતી રામનવમીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ રામ મંદિરથી શ્રી રામ ભગવાનનાં દર્શન કરી આર્શીવાદ લીધા હતા. રામ મંદિરના દર્શન બાદ કાર્યકરો સાથે રેલી યોજી હતી.


