MNREGA Scam : ગુજરાત મનરેગામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો : શક્તિસિંહ ગોહિલ
- દાહોદ મનરેગા કૌભાંડનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો (MNREGA Scam)
- સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કર્યા સવાલો
- કેન્દ્ર સરકારે ગુજરાત મનરેગામાં ભ્રષ્ટાચારનો કર્યો સ્વાકાર!
- કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે કૌભાંડને લઈ 10 ટીમ તપાસમાં લાગી
- મંત્રી બચુ ખાબડની જમીનમાં બંધ બને, ડેમ બને તેવું થતું!
MNREGA Scam : દાહોદ મનરેગા કૌભાંડનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) રાજ્યસભામાં ગુજરાતમાં મનરેગા કૌભાંડ મુદ્દે સવાલો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, પ્રશ્નમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે ગુજરાત મનરેગામાં મોટા પાયો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે કૌભાંડને લઈ 10 ટીમ તપાસમાં લાગી છે. શક્તિસિંહ ગોહિલે વીડિયો થકી આ માહિતી આપી છે.
આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ: આવતાની સાથે પહોંચ્યા ભીડ ભંજન મંદિર
કેન્દ્ર સરકારે ગુજરાતમાં MNREGA Scam નો સ્વીકાર કર્યો : શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસ નેતા (Congress) અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં મનરેગા કૌભાંડ અંગે રાજ્યસભામાં કેન્દ્ર સરકારને કેટલાક સવાલો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે વીડિયો થકી માહિતી આપતા કહ્યું કે, પ્રશ્નમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે ગુજરાત મનરેગામાં મોટા પાયો ભ્રષ્ટાચાર (MNREGA Scam) ચાલી રહ્યો છે. દાહોદમાં ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવી પડી છે. તેમણે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે મનરેગા કૌભાંડ મામલે 10 ટીમ તપાસ કરી રહી છે.
કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારનો સ્વીકાર કર્યો
ગુજરાતમાં મનરેગા કૌભાંડ થયું : સાસંદ શક્તિસિંહ | Gujarat First @shaktisinhgohil #Gujarat #Ahmedabad #MGNREGAScam #GujaratCorruption #ShaktisinhGohil #BJPLeaders #DahodScam #Gujaratfirst pic.twitter.com/QbUhsmMxw7— Gujarat First (@GujaratFirst) August 8, 2025
આ પણ વાંચો - Ahmedabad : બાપુનગરનાં વૃંદાવન ફ્લેટમાં મકાનની છત ધરાશાયી, મહિલાને ઇજા
મંત્રી બચુ ખાબડની જમીનમાં બંધ બને, ડેમ બને તેવું થતું!
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મંત્રી બચુ ખાબડની (Bachubhai Khabad) જમીનમાં બંધ બને, ડેમ બને તેવું થતું. પોતાની જમીનમાં કામ માટેનાં વર્ક ઓર્ડર આપવામાં આવતા હતા. મનરેગા યોજનાનાં કાયદાનું ઉલ્લંઘન કરીને તમામ કામ દાહોદમાં કરવામાં આવ્યા હતા. જાંબુઘોડામાં (Jambughoda) પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 60% મજૂરો અને 40% મટીરિયલનું ધોરણ જળવાય તેવું મનરેગાનો કાયદો કહે છે પરંતુ, જાંબુઘોડામાં આ કાયદો પણ નેવે મુકાયો હતો. આ સાથે તેમણે રાજ્ય સરકારને જવાબદાર મંત્રી, અધિકારીઓ અને ભ્રષ્ટાચારમાં સામેલ દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ વાંચો - Junagadh : ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા યુવક પોતે કચેરીનાં ગેટ સામે સુઈ ગયો! જુઓ Viral Video


