ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટથી મોટો ઝટકો! 'લાફાકાંડ' માં જામીન અરજી ફગાવી

તા. પં.નાં પ્રમુખ સંજય વસાવા દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.
06:40 PM Jul 14, 2025 IST | Vipul Sen
તા. પં.નાં પ્રમુખ સંજય વસાવા દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.
Chaitar Vasava _Gujarat_first
  1. ડેડિયાપાડાનાં AAP નાં ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) મોટો ઝટકો
  2. આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ ભોગવવો પડશે જેલવાસ
  3. ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી
  4. પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં 5 જુલાઈથી જેલમાં છે ચૈતર વસાવા
  5. ડેડિયાપાડા તા.પં. પ્રમુખ સંજય વસાવાએ કરી હતી ફરિયાદ

Narmada : આમ આદમી પાર્ટીનાં નેતા અને ડેડિયાપાડાનાં (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ધારાસભ્યની જામીન અરજી નામંજૂર કરી છે. નર્મદા જિલ્લાના (Narmada) ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. તાલુકા પંચાયતનાં પ્રમુખ સંજય વસાવા દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં (Central Jail of Vadodara) છે.

આ પણ વાંચો - Banaskantha : વેકરી આશ્રમશાળાની ઘટના, કુલ 43 બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ, 1 નું મોત

આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ ભોગવવો પડશે જેલવાસ

પ્રાપ્ત માહિતી અનુસાર, આમ આદમી પાર્ટી (AAP) નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાની (Chaitar Vasava) મુશ્કેલીઓમાં વધારો થયો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ સંજય વસાવા દ્વારા પોલીસ ફરિયાદ બાદ MLA ચૈતર વસાવાની 5 જુલાઈનાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ધારાસભ્ય દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જે અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટે (District Court) તમામ દલીલો બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે.

આ પણ વાંચો - ગુજરાતના રાજકારણમાં ગરમાવો, 150 કારના કાફલા સાથે Gandhinagar પહોંચશે Kanti Amrutiya

ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી

માહિતી અનુસાર, કોર્ટમાં સરકારી પક્ષે ચૈતર વસાવાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને અરજીને નામંજૂર કરવા માટે અગાઉનાં કેસોની રજૂઆત કરી હતી. જણાવી દઈએ કે, અગાઉના વર્ષ 2023 નાં ફોરેસ્ટ વિભાગના કેસમાં (વનકર્મીને માર મારવાનો મામલો) શરતી જામીન મળ્યા હતા. એડિશનલ સેશન કોર્ટમાં (Additional Sessions Court) આ કેસ ચાલી રહ્યો છે. જો કે, હવે જામીન અરજી નામંજૂર થતાં ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે તેઓ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. હાલ, ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે.

આ પણ વાંચો - Rain in Gujarat : મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! હવામાન વિભાગની આગાહી, અહીં એલર્ટ જાહેર

Tags :
Aam Aadmi PartyAdditional Sessions CourtCentral Jail of VadodaradediapadaDistrict CourtGujarat High Courtgujaratfirst newsMLA Chaitar VasavaNarmadaSanjay VasavaTop Gujarati News
Next Article