ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફી શક્ય નથી..' ICCએ પાકિસ્તાનને આપ્યો ઠપકો!
- પાકિસ્તાન 29 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટનું આયોજન
- 16 વર્ષથી પાકિસ્તાન ગઈ નથી ટીમ ઈન્ડિયા
- PCBને ભારત વિરુદ્ધ નિવેદ આપ્યા હતા
ICC Champions Trophy 2025:પાકિસ્તાન 29 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે, પરંતુ હવે આ મેગા ઈવેન્ટને લઈને વિવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની મેચો ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી, કારણ કે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી છે.પરંતુ આ પછી ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હાઈબ્રિડ મોડલની ઓફર કરી હતી, પરંતુ PCBએ તેની ના પાડી દીધી હતી. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં રમશે કે નહીં અને જો રમશે તો તેની મેચો ક્યાં યોજાશે તેને લઈને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી? બીજી તરફ ICCએ ભારત વિરુદ્ધ નિવેદન આપવા બદલ પાકિસ્તાનને ઠપકો આપ્યો છે.
ICC આપ્યો PCBને ઠપકો!
મીડિયા રિપોર્ટ મુજબ “ICC આ ટૂર્નામેન્ટને લઈને પાકિસ્તાન ક્રિકેટ સાથે સતત વાત કરી રહ્યું છે. આ સિવાય ICCએ ફરી એકવાર PCBને હાઈબ્રિડ મોડલ ઓફર કર્યું છે. ICCએ તો ત્યાં સુધી કહ્યું છે કે ટીમ ઈન્ડિયા વિના કોઈપણ ICC ટૂર્નામેન્ટ શક્ય નથી. તેના PCBને પણ ભારત વિરુદ્ધ નિવેદનો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”
આ પણ વાંચો -IPL Auction માં આ 5 ખેલાડીઓ પર લાગશે સૌથી મોટી બોલી
16 વર્ષથી પાકિસ્તાન ગઈ નથી ટીમ ઈન્ડિયા
સુરક્ષાના કારણોસર ટીમ ઈન્ડિયાએ છેલ્લા 16 વર્ષથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને ટીમો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ વર્ષ 2012-13માં રમાઈ હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર માત્ર મોટી ICC ટૂર્નામેન્ટમાં જ જોવા મળે છે. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2008ના એશિયા કપમાં પાકિસ્તાનમાં રમી હતી. આ સિવાય પાકિસ્તાને છેલ્લે વર્ષ 1996માં ODI વર્લ્ડ કપની યજમાની કરી હતી.
આ પણ વાંચો -Asian Champions Trophy:ભારતીય મહિલા હૉકી ટીમની ફાઇનલમાં એન્ટ્રી
ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે સમયપત્રક
PCB સાથે વાતચીત કર્યા બાદ ICC ટૂંક સમયમાં ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરી શકે છે. જે અંગે જુદા જુદા સમાચારો સામે આવી રહ્યા છે. PCB દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ શેડ્યૂલમાં ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં યોજાવાની હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.