દેશના સૌથી અમીર મુખ્યમંત્રીની યાદીમાં Chandrababu Naidu મોખરે ,આ રાજ્યના CM પાસે સૌથી ઓછી સંપત્તિ,જાણો તમામ માહિતી
- ભારતમાં સૌથી અમીર CMની યાદીમાં Chandrababu Naidu મોખરે
- તેમની પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ છે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી બન્યા છે. તેમની પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. દેશના વર્તમાન 30 મુખ્યમંત્રીઓ પાસે કુલ 1632 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેમાથી ચંદ્રાબાબુ નાય઼ુ પાસે લગભગ 57% હિસ્સો છે, તેમની પાસે કુલ 810 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ (રોકડ થાપણો, ઝવેરાત વગેરે) અને 121 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ (ઘર, જમીન વગેરે) છે. ચંદ્રાબાબુ પર 10 કરોડ રૂપિયાનું દેવું પણ છે. જયારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ છે. તેમની પાસે ફક્ત 15.38 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ માહિતી ચૂંટણી સુધારા માટે કામ કરતી NGOs એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) ના અહેવાલમાંથી પ્રાપ્ત થઈ છે.
અમીર CMની યાદીમાં Chandrababu Naidu મોખરે
આ અહેવાલ 27 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ 30 વર્તમાન મુખ્યમંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. આ માહિતી છેલ્લી ચૂંટણી લડતા પહેલા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવી છે. આંધ્રપ્રદેશના મુખ્મયમંત્રી સૌથી અમીર યાદીમાં મોખરે છે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં છે.અરુણાચલના મુખ્યમંત્રી સૌથી વધુ દેવાદાર મુખ્યમંત્રી છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ બીજા ક્રમના સૌથી ધનિક મુખ્યમંત્રી છે જેમની કુલ સંપત્તિ 332 કરોડ રૂપિયા છે. તેમની પાસે લગભગ 165 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 167 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.જોકે, ખાંડુ દેવાદાર મુખ્યમંત્રીઓની યાદીમાં ટોચ પર છે. તેમના પર 180 કરોડ રૂપિયાથી વધુના દેવા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ત્રીજા ક્રમે છે. તેમની પાસે 51 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 21 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 30 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.સૌથી ઓછી સંપત્તિ ધરાવતા અન્ય મુખ્યમંત્રીઓમાં, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બીજા ક્રમે છે. તેમની પાસે ફક્ત 55.24 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ પણ છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન ત્રીજા ક્રમે છે. તેમની પાસે 1.18 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાં 31.8 લાખ રૂપિયાની સંપત્તિ અને 86.95 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.
भारत के 27 राज्य विधानसभाओं और 3 केंद्र शासित प्रदेशों के वर्तमान मुख्यमंत्रियों का विश्लेषण 2025 #ADRReport: https://t.co/YyDOS03pZ4 pic.twitter.com/ZkC3u1RrJg
— ADR India & MyNeta (@adrspeaks) August 23, 2025
Chandrababu Naidu, દેશમાં સૌથી વધારે ક્યાં CM પર ક્રિમીનલ કેસ નોંધાયા
દેશના 40% મુખ્યમંત્રીઓ પર ક્રિમિનલ કેસ છે. દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 12 એટલે કે 40 % મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 10 એટલે કે 33% મુખ્યમંત્રીઓ પર હત્યાના પ્રયાસ, અપહરણ અને લાંચ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ નોંધાયેલા છે. આ માહિતી ચૂંટણી સુધારા માટે કામ કરતી એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના અહેવાલમાંથી માહિતી સામે આવી છે.
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે ત્રણ બિલ લાવ્યા છે, જેના હેઠળ વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ગંભીર ફોજદારી આરોપોમાં 30 દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવે તો તેઓ પદ માટે અયોગ્ય ગણાશે.ADR એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ વર્તમાન ૩૦ મુખ્યમંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે. આ ડેટા છેલ્લી ચૂંટણી લડતા પહેલા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Made in India chip 2025ના અંત સુધીમાં બજારમાં આવશે: PM મોદી


