Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandrayaan-3 23મી ઓગસ્ટના દિવસે જ કેમ ચંદ્ર પર કેમ ઉતરશે? જાણો કારણ

ભારતનું મિશન મૂન ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચી ચુક્યું છે. આપણું ચંદ્રયાન વારાફરતી બધા પડાવો પાર કરી રહ્યું છે. શુક્રવારે ISRO એ ચંદ્રની નજીકની તસવીર શેર કરી જે વિક્રમ લેન્ડના કેમેરાથી લેવાયેલી અને બીજી લેન્ડર ડિબૂસ્ટિંગથી, ચંદ્રયાન-3 જો આવી જ રીતે...
chandrayaan 3 23મી ઓગસ્ટના દિવસે જ કેમ ચંદ્ર પર કેમ ઉતરશે  જાણો કારણ
Advertisement

ભારતનું મિશન મૂન ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચી ચુક્યું છે. આપણું ચંદ્રયાન વારાફરતી બધા પડાવો પાર કરી રહ્યું છે. શુક્રવારે ISRO એ ચંદ્રની નજીકની તસવીર શેર કરી જે વિક્રમ લેન્ડના કેમેરાથી લેવાયેલી અને બીજી લેન્ડર ડિબૂસ્ટિંગથી, ચંદ્રયાન-3 જો આવી જ રીતે આગળ વધતું રહે તો તે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

હવે સવાલ એ થાય કે આખરે લેન્ડિંગની તારીખ 23મી ઓગસ્ટ જ કેમ નક્કી કરવામાં આવી? આ સવાલનો જવાબ છે આ દિવસે લેન્ડર અને રોવર બંને જ પાવર જનરેટ કરવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરશે. હાલ ચંદ્રમાં પર રાત્રી છે અને 23 તારીખે સુર્યોદય થશે, સોલાર પેનલને પાવર જનરેટ કરવા માટે સુર્યની હાજરી જરૂરી હોવાથી આ દિવસ નક્કી કરાયો છે.

Advertisement

indian moon mission chandrayaan 3

Advertisement

જણાવી દઈએ કે, ચંદ્રયાન-3એ 14 જુલાઈના લોન્ચિંગ બાદ 5 ઓગસ્ટના ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો તે બાદ તેણે 6, 9, અને 14 ઓગસ્ટ ચંદ્રમાની કક્ષાઓમાં પ્રવેશ કર્યો. અંતરિક્ષ યાન 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે તેવી આશા છે. ઈસરોએ શુક્રવારે ચંદ્રયાન-3 ના લેન્ડર મોડ્યૂલને ચંદ્રની નજીક લઈ જનારી એક ડિબૂસ્ટીંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. હવે 20 ઓગસ્ટે બીજી ડિબૂસ્ટિંગમાંથી પસાર થશે.

આ પણ વાંચો : અંતરિક્ષમાં કોઈ પણ દેશનો એકાધિકાર નહી, હથિયાર લઈ જવા પર પ્રતિબંધ, જાણો SPACE ના નિયમ

Tags :
Advertisement

.

×